કાર્યવાહી:સેવાલિયામાં 21,840ના મુદ્દામાલ સાથે 8 ઝડપાયા

સેવાલિયા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

સેવાલિયા શહેર પોલીસ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન મીઠાના મુવાડા ખાતે ડભાલી ગામ તરફ જવાના માર્ગ તરફ જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. જ્યાં સ્થળ પર 8 ઈસમો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસે તેમની પૂછપરછ કરતા કાંતિભાઈ ચૌહાણ (ઉં. 56, રહે. ઉમરેઠ, આણંદ), દિપકભાઈ પરમાર (ઉં. 22, રહે. ઉમરેઠ, આણંદ), પ્રફુલભાઈ વ્યાસ (ઉં. 58, ડભાલી, ગળતેશ્વર), રાજુભાઈ ટેલર (ઉં. 60, રહે. ડાકોર, ઠાસરા), સલીમભાઈ વ્હોરા (ઉં. 42, રહે. ડાકોર, ઠાસરા), રસીકભાઈ પરમાર (ઉં. 45, રહે. ઉમરેઠ, આણંદ, સાદિકમીયા મલેક (ઉં. 43, રહે. ઉમરેઠ, આણંદ) અને મકબુલમીયા ચૌહાણ (ઉં. 35, રહે. ઉમરેઠ, આણંદ) હોવાનું જણાવ્યુ હતુ. પોલીસે સ્થળ પરથી મોબાઈલ અને રોકડ સહિત 21,840 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી તમામ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...