શોધની કસોટી લેવાનો નિર્ણય:ધો-9નાવિદ્યાર્થીઅો માટે 7મી ફેબ્રુ.એ પ્રખરતા શોધ કસોટી

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આવેદનપત્રો અોનલાઈન 30મી સુધી ભરાશે

શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને બહાર લાવવા માટે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-9ના વિદ્યાર્થીઓ માટે પ્રખરતા શોધની કસોટી લેવાનો નિર્ણય કર્યો છે. ત્યારે કસોટી માટેના આવેદનપત્રો ઓનલાઇન આગામી 30મી ડિસેમ્બર સુધીમાં ભરી શકાશે. પ્રખરતા શોધ કસોટી આગામી 7મી ફેબ્રુઆરીના રોજ લેવાશે.

પ્રાપ્ત વિગત અનુસાર વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને બહાર લાવવા માટે અનેક કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. ત્યારે રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા આપેલી તમામ સરકારી, ગ્રાન્ટેડ સહિત ખાનગી માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ-9ના વિદ્યાર્થી માટે પ્રખરતા શોધ કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રખરતા શોધ કસોટી આગામી 7મી ફેબ્રુઆરીના રોજ લેવાશે. આથી પ્રખરતા શોધ કસોટી આપવા ઇચ્છતા વિદ્યાર્થીઓના આવેદનપત્રો ફક્ત ઓનલાઇન જ ભરવાના રહેશે. વિદ્યાર્થીઓના આવેદનપત્રો આગામી 15મી ડિસેમ્બરથી તારીખ 30મી ડિસેમ્બર સુધી ઓનલાઇન ભરી શકાશે. જ્યારે શિક્ષણ બોર્ડ દ્વારા વેબસાઇટ ઉપર પ્રખરતા શોધ કસોટીના આવેદનપત્રો ભરવા અંગેની જરૂરી વિગતો મુકાઇ છે.તેમ શિક્ષણ વિભાગના સુત્રોએ જણાવ્યું હતુ. શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઅોમાં રહેલી સુશુપ્ત શક્તિઅો જાગૃત થાય તે હેતુથી અવાર નવાર જુદા જુદા પ્રકારની કસોટી લેવામાં આવે છે. વિદ્યાર્થીઅોની જ્ઞાન ચકાસણી માટે પ્રખરતા શોધ કસોટી લઈને જે તે સ્કૂલને શિક્ષણ કેવું છે તેનું તારણ કાઢવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...