કોરોના અપડેટ:1 સપ્તાહમાં 7750ના કોરોના ટેસ્ટ, માત્ર એક પોઝિટિવ

આણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોના સંક્રમણ સતત ઘટી રહ્યું છે. દિવાળી બાદ કોરોના કેસમાં ઉછાળો આવવાની સંભાવનાના પગલે જિલ્લા આરોગ્ય તંત્ર વધુ સક્રિય બન્યું હતું અને અગમચેતીના ભાગરૂપે જિલ્લામાં દૈનિક 1150થી વધુ લોકોના રેપીડ અને આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે. છેલ્લા એક સપ્તાહમાં 7750થી વધુ શંકાસ્પદ દર્દીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી એક પોઝિટિવ નોંધાયો હતો. રાજ્યના અન્ય કેટલાક શહેરો - નગરોમાં દિવાળી પછી કેસ વધી રહ્યા છે પરંતુ આણંદ જિલ્લામાં રાહતના સમાચાર છે કે સપ્તાહમાં એકલ દોકલ કેસ નોંધાય છે.

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી ડો. એમ. ટી. છારીએ જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં શંકાસ્પદ કેસો જેવા કે શરદી, ખાંસી સહિત કોરોનાના લક્ષણ જણાય તેવા તમામ દર્દીઓના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સી.એચ.સી કેન્દ્ર તથા શહેરોમાં અર્બન હેલ્થ સેન્ટરમાં આર. ટી. પી. સી. આર કે રેપીડ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. દૈનિક 1000 થી વધુ લોકોના ટેસ્ટ કરવામાં આવે છે. તેમ છતાં છેલ્લા એક સપ્તાહમાં માત્ર એક પોઝિટીવ કેસ નોંધાયો છે. દિવાળી વેકેશનમાં અન્ય રાજયમાં ફરવા ગયેલા 456 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે પરંતુ એક પણ પોઝિટીવ મળ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...