તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:60 શાળામાં 77 લાખ લીટર પાણીનો સંચય કરાશે

આણંદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં જળ બચાવો જીવન બચાવોનું અભિયાન

આણંદ જિલ્લામાં ચોમાસામાં વરસાદના પાણીનો સંગ્રહ થાય તેમજ જળ એજ જીવન છે તેના પ્રતિ સમાજમાં જાગૃતિ આવે તેમજ વરસાદી પાણીનો જળસંચય થાય તે માટેનું અભિયાન જિલ્લા વિકાસ અધિકારી આશિષ કુમારના નેતૃત્વમાં હાથ ધરવામાં આવ્યું હતું. જે અભિયાનનો પ્રારંભ હાડગુડ પ્રાથમિક ગુજરાતી શાળા ખાતેથી જિલ્લા કલેકટર આર.જી.ગોહિલ અને જિલ્લા વિકાસ અધિકારી આશિષકુમાર હસ્તે વરસાદી પાણીના સંચય માટેના કામનું ખાતમુર્હૂત કરીને પ્રારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા કલેકટરે વરસાદી પાણીનું મહત્તવ સમજાવી શિક્ષકો, એસ.એમ.સી.ના સભ્યો અને પંચાયત સભ્યોને ઘેર-ઘેર વરસાદી પાણીના સંચયની યોજના અમલી બને તે માટે જાગૃતિ કેળવવા અનુરોધ કર્યો હતો.ઉલ્લેખનીય છે કે, જિલ્લા વિકાસ અધિકારીના નેજા હેઠળ જળસંચય અભિયાન અંતર્ગત આણદ જિલ્લાની કુલ 60 પ્રાથમિક શાળાઓમાં આ કામગીરી કરવામાં આવનાર છે. જેમા આણદની 10, આંકલાવની-8, બોરસદની-11, ખંભાતની-10, પેટલાદની-7, સોજિત્રાની-3, તારાપુરની-3 અને ઉમરેઠ તાલુકાની-8 શાળાઓનો સમાવેશ કરવામાં આવી છે.

જેમાં ચાલુ નાણાંકીય વર્ષ 2021-22 વિવિધ ગ્રાન્ટમાંથી રૂા.28,56,192 અને મનરેગા કન્વર્ઝંનથી રૂા. 2,56, 480 જોગવાઇ કરીને વરસાદી પાણીનો જળ સંચય કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે. આ કામ પૂર્ણ તથા 77 લાખ લિટર વરસાદી પાણીનુ જળસંચય થશે.વર્ષો એગાઉ પ્રાચીન પધ્ધતિથી ઘરોમાં ભૂગર્ભ કુવાથી ટાંકા બનાવીને આખુ વર્ષ ચાલે તેટલુ પાણી સંગ્રહ કરવામાં આવતું હતું. તે પધ્ધતિનો અમલ કરીને ચોમાસામાં ભાદરવા માસમાં મઘામાં પડતા વરસાદી પાણી પીવા લાયક હોય છે. તેને પ્રાથમિક શાળામાં ભૂગર્ભ ટાંકા બનાવીને સંગ્રહ કરવામાં આવશે જેનાથી ભૂગર્ભ જળના સ્ત્રોત વધશે.

અન્ય સમાચારો પણ છે...