વિતરણ:વડાપ્રધાન મોદીના 70માં જન્મદિને સાંસદ દ્વારા 70 ટ્રાઇસીકલ વિતરણ

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પડતર જમીનમાં વૃક્ષારોપણ કરીને જનત કરવા શપથ લીધા

આણંદના સાંસદ મિતેષ પટેલ અને તેમના પરિવાર દ્વારા સમગ્ર વિશ્વમાં ભારતને ગૌરવવંતુ સ્થાન અપાવનાર એવા નરેન્દ્રભાઇ મોદીજીનો 70મો જન્મદિન ભાગ રૂપે આણંદના સાંસદ મિતેષભાઈ પટેલે 70 દિવ્યાંગજનો ને ટ્રાઇસીકલ વિતરણ કરાઈ હતી.

વડાપ્રધાન ના 70 માં જન્મદિવસ ની ઉજવણી ના ભાગ રૂપે 70 દિવ્યાંગો ને ટ્રાઇસિકલ વિતરણ કરી અનોખી પહેલ શરૂ કરી છે આજ ના આ કાર્યક્રમ માં 25 દિવ્યાંગો ને સ્થળ પર ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રતિકાત્મક ટ્રાઇસીકલ વિતરણ કરવામાં આવી હતી બાકી ના દિવ્યંગજનો ને તેમના ઘરે ટ્રાઇસિકલ પહોંચાડવાની પણ સાંસદે વ્યવસ્થા કરી છે. ત્યાર બાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પારિજાત ના વૃક્ષનું રોપણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...