ભાંડો ફૂટ્યો:5 મહિનાથી દૂધ સગેવગે કરતા દહેમી અને નામણ મંડળીના 7 કર્મી સસ્પેન્ડ

આણંદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દૂઘમાં ઘટ અાવતી હોવાથી અમૂલની ટીમે તપાસ કરતા ભાંડો ફૂટ્યો

બોરસદના દહેમી અને નામણ દૂધ મંડળીમાં પશુપાલકો દ્વારા ભરવામાં આવતું દૂધ ખાનગી વાહનોમાં સગેવગે કરતાં હોવાની ફરિયાદ ઉઠી હતી.છેલ્લા 5 માસથી દૂધની ઘટ વારંવાર જોવા મળી હતી. જેના પગલે અમૂલ ડેરીની ટીમે જઇને તપાસ કરતાં મંડળીમાં દૂધ ભરાતું હતું તેમ છતાં ઘટ પડતી હતી.

જે અંગે પ્રાથમિક તપાસમાં મંડળીના કર્મચારીઓ ખાનગી વાહનમાં લઇ જઇને વેચી મારતાં હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.જેથી બંને દૂધ મંડળીમાં ફરજ બજાવતાં સેક્રેટરી અને કર્લાક સહિત7 ને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. જયારે મંડળીના સેક્રેટરી જણાવ્યું હતું કે, દરવખતે દૂધની ઘટ પડતાં અમારી પાસે નાંણા વસુલતા હોવાથી અમે રાજીનામા આપ્યાં છે.

નામણ અને દહેમી દૂધ મંડળીમાં છેલ્લા ઘણા સમયથી વારંવાર દૂધ ઘટ જોવા મળી હતી.દૂધની ઘટના કારણે મંડળીઓને પુરતા પ્રમાણ નાંણા મળતા ન હતા. તેની સામે મંડળીના કર્મચારીઓના પગાર ઉચાં હતા.

તેના કારણે ખોટ જતી હતી.તેમજ ગામમાં બે ખાનગી ડેરીમાં લોકો દૂધ ભરતાં હોવાથી દૂધની આવક ઘટી હતી. જયારે પશુપાલકોમા ચર્ચાઇ રહ્યું હતું કે, દૂધ મંડળીના સેક્રેટરી, પટાવાળા, દાણ કર્લાક ભેગા મળીને ખાનગી વાહનમાં દૂધ સગેવગે કરતાં હતા. તેથી મંડળીને ખોટ જતી હતી.

જેની જણ અમૂલ ડેરીના અધિકારીઓને થતાં ટીમે મંડળીમાં ચેકીંગ કરતાં મંડળીમાં ભરાયેલા દૂધના જથ્થા કરતાં ઘટ મળી આવી હતી. અન્ય વાહનમાં દૂધ સગેવગે કરાતું હોવાનું બહાર આવ્યું હતું.જેથી બંને મંડળીના 7 કર્મીને સસ્પેન્ડ કર્યા છે.

મંડળીમાં દૂધની આવક ઘટયાની દલીલ
નામણ દૂધ મંડળીના સેક્રેટરી જગદીશ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાંક સમયથી ગામમાં ખાનગી ડેરીવાળા દૂધ લઇ જતાં હોવાથી મંડળીમાં દૂધની આવક ઘટી છે.તેમ છતાં દર વખતે ઘટના નાંણા કર્મચારીઓ પાસે વસુલવામાં આવતાં હતા. જેથી મે અને અન્ય બે કર્મચારી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે.

બંને મંડળીમાંથી છુટા કરાયેલા કર્મીના નામ
પ્રફુલભાઇ લક્ષ્મણસિંહ રાઠોડ, સેક્રેટરી દહેમી મહેન્દ્રભાઇ પરમાર, કલાર્ક ગોવિંદભાઇ ભોઇ, ટેસ્ટર સતીષભાઇ હરિજન, પટ્ટાવાળા, જગદીશબાઈ પટેલ સેક્રેટરી નામણ દૂધ મંડળી

અન્ય સમાચારો પણ છે...