તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:અમૂલ ડેરી રોડ પર બોર્ડ મુકવા 7 વૃક્ષોનું કટીંગ કરાયું

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિકે પાિલકા ચીફઓફિસરને લેખિત રજૂઆત કરી

આણંદ શહેરના મુખ્યમાર્ગ અમુલ ડેરી રોડ પર છેલ્લા કેટલાંક સમયથી હોડીંગ્સ અને બોર્ડ મુકવા માટે રોડ વચ્ચે આવેલા ડિવાઇડર મહામહેનતે તૈયાર થયેલા વૃક્ષો કાપી નાખે છે. બે દિવસ પહેલા પણ એક કંપની દ્વારા બોર્ડ લગાવવા માટે 7 જેટલા વૃક્ષો કાપી નાંખવામાં આવ્યા છે. જો આ કામગીરી રોકવામાં નહીં આવે તો માત્ર બોર્ડનું સામ્રાજય છવાઇ જશે. જે બાબતે એક જાગૃત નાગરીક દ્વારા આણંદ નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરીને વૃક્ષો કાપનાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આણંદ શહેરના અમુલ ડેરી થી ગણેશચોકડી રેલ્વે ફાટકના વચ્ચે રોડ પર ઘણા લીલા વૃક્ષો આવેલા છે. છેલ્લા કેટલાંક સમયથી આ રોડ પર બોર્ડ મુકવા કે હોર્ડિંગ્સ લગાવવા માટે વૃક્ષો કાપી નાંખવામાં આવે છે. બે દિવસમાં બોર્ડ લગાવવા માટે 7થી વધુ વૃક્ષો કાપી નાંખવામાં આવ્યા છે. જે બાબતે નરસિંહભાઇ ડેભાભાઇ ગોહેલે આણંદ ચીફ ઓફિસર અને આણંદ મામલતદારને લેખિતમાં રજૂઆત કરીને ઝાડ કાપી નાંખવામાં આવશે તો રોડ પર એક પણ ઝાડા નહીં રહે તેથી વૃક્ષો કાપનાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...