આણંદ િજલ્લામાં ચાઈનીઝ દોરી વેચવા અને રાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે, આમ છતાં પણ મોટાભાગના વેપારીઓ ચાઈનીઝ દોરી રાખી, વેચતા હોય છે. જેને પગલે પોલીસ દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવ યોજીને વેપારીઓ વિરૂદ્ધ કમર કસવામાં આવી છે. પોલીસ દ્વારા સાત વેપારીઓને ઝડપી પાડી તેમના િવરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
પ્રથમ બનાવમાં આણંદ શહેર પોલીસે વ્યાયામશાળા રોડ ખાતેથી રસીદશા મહેબુબશા દિવાન (રહે. આણંદ સો ફૂટ રોડ સલાટીયા ફાટક પાસે જેબાપાર્કની પાછળ) અને વસીમભાઈ જીલાનીભાઈ કુરેશી (રહે. આણંદ પોલસન ડેરી રોડ તાશ્કંદ સોસાયટી આણંદ)ને રૂપિયા 19800ની કિંમતના 198 ચાઈનીઝ ફિરકા સાથે ઝડપી પાડ્યા હતા.
એ જ રીતે ઉમરેઠના પણસોરા ચોકડી પરથી આડીયાખાડ વિસ્તારમાં રહેતા વિજય ચીમન ઠાકોરને ચાર નંગ, બોદાલ ગામમાં સ્વામિનારાયણ મંદિર નજીકથી સંજય રાજુ પરમાર (રહે. ઉંડુ ફળિયું મસ્જિદ પાસે)ને 51 નંગ ફિરકી સાથે ખેડાસા ગામે ઇન્દિરા કોલોની વિસ્તારમાંથી રાજેશ શાંતિલાલ પરમારને 42 નંગ ફિરકી સાથે, આંકલાવ રોડ ઉર્મી ટ્વીન્સ વિસ્તારમાંથી પરેશ ચંપક રાણાને 305 નંગ ફિરકી સાથેેે, તારાપુર મોટા વાલ્મિકી વાસ નાકા પાસેથી રશ્મિ વિનુ પટેલને છ નંગ ફિરકી સાથે જ્યારે રાસ ગામે પરબડી પાસેથી ચીમન કેશવલાલ ઠક્કરને ત્રણ નંગ ફિરકી સાથે ઝડપી પાડી જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.