ચાઈનીઝ દોરી ઝડપાઈ:આણંદમાં પ્રતિબંધિત દોરીનું વેચાણ કરતા 7 વેપારીઓ ઝડપાયા, 450થી વધુ ફિરકીઓ કબજે કરી

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આણંદ, પેટલાદ, બોરસદ પોલીસે વાહન ચેકીંગ દરમિયાન પકડી પાડ્યાં હતાં

આણંદ જિલ્લામાં ઉત્તરાયણને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પોલીસ વિભાગ હરકતમાં આવી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો વેપાર અને હેરફેર કરતાં 7 શખસોને પકડી પાડ્યાં હતાં.

આણંદ શહેરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.સી. નાગોલે બે શખસને પકડી તેની પાસે રહેલી સ્કૂલ બેગની તલાસી લેતા તેમાંથી ચાઇનીઝ દોરીની ફિરકી 5 મળી આવી હતી. આથી, પોલીસે ભરત કનુ વાઘેલા (રહે.ચકલાસી) અને વસંત ધીરૂ વાઘેલા (રહે.ચકલાસી)ની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત આણંદ ગ્રામ્ય પોલીસે ગાના ગામે આવેલી નારાયણ ફટાકડાની દુકાનમાંથી બ્રિજ અરવિંદ પટેલ પાસેથી 414 ચાઇનીઝ દોરીની ફિરકી કિંમત રૂ.41,400 પકડી ગુનો નોંધ્યો હતો.

પેટલાદની સાંઇનાથ ચોકડી પર વાહન ચેકીંગ દરમિયાન પોલીસે બે શખસને ચોરી છુપી ચાઇનીઝ દોરી વેચતા પકડી પાડ્યાં હતાં. તેમની પૂછપરછ કરતાં તે વિશાલ મનુ તળપદા (રહે.જેસરવા) અને સોહેલ પઠાણ (રહે.પેટલાદ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેમની પાસેથી 15 ફિરકી જપ્ત કરી હતી. આ ઉપરાંત જયંતી મનુ તળપદા (રહે.દંતેલી) છ ફિરકી સાથે પકડી પાડ્યો હતો.

બોરસદ શહેર પોલીસે ટાઉન હોલ ભોભા ફળી રોડ પર ફિરકી વેચતા કૌશિક ગોપાલ ઠાકોરને પકડી તેની પાસેથી 20 ફિરકી જપ્ત કરી હતી. તેવી જ રીતે હરસિદ્ધી પ્લાસ્ટીક દુકાનમાંથી દશરથ પરષોત્તમ પટેલ (રહે.બોરસદ)ને 7 ફિરકી સાથે પકડી પાડ્યો હતો અને તેની સામે ગુનો નોંધ્યો હતો. આ અગાઉ બોરસદ પોલીસને પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી કે, ગરાસીયાવાડમાં રહેતા કિરણ નટુભાઈ પરમાર પોતાના ઘરમાં નાઇલોનની ચાઇનીઝ દોરીનું વેચાણ કરી રહ્યો છે. આથી, પોલીસે તેના ઘરે દરોડો પાડ્યો હતો. જેમાં ચાઇનીઝ દોરીની ફિરકી કિંમત રૂ.1050 મળી આવી હતી. આથી, પોલીસે તેની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...