તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રીયાલીટી ચેક:આણંદની 7 હોસ્પિટલનો એક જ જવાબ ઓક્સિજન બેડ નથી; પાલિકાની વેબસાઈટ પર ICU-વેન્ટિલેટરના 13 હોસ્પિટલમાં 137 બેડ ખાલી

આણંદ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

આણંદ જિલ્લામાં એપ્રિલ માસમાં કોરોના સંક્રમણ બેકાબુ બન્યું છે. શ્વાસની તકલીફ વાળા દર્દીઆેનો વધારો થયો છે. જેને લઈને ઓક્સિજનની બેડની માંગ વધી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વેબાસાઈટ પર બેડ ખાલી છે કે નહી. તે અંગેની માહિતી હોસ્પિટલો દીઠ મુકવામાં આવી છે. જેમાં મોટા ભાગની હોસ્પિટલોમાં બેડ ખાલી હોવાનું દર્શાવવામાં આવે છે.

હોસ્પિટલમાં બેડ ભરાઇ જવાનાં આ રહ્યાં 3 કારણ
દર્દીઓની વધતી સંખ્યા

રોજના હોસ્પિટલમાં જ સરેરાશ 150થી વધુ દર્દીઓ ઉમેરાઇ રહ્યા છે. સામે બેડની સંખ્યા એટલી ઝડપે વધતી રહી નથી.

વેન્ટિલેટરોની અછત
ગંભીર દર્દી વધુ આવી રહ્યા છે, જેને બાયપેપ વેન્ટિલેટરની જરૂર પડે છે. સરકારી હોસ્પિટલોમાં પણ પૂરતાં નથી.

બહાર ગામથી આવતા દર્દી
આણંદ જિલ્લાનાં ગામડાઓમાં પણ દર્દીઓ વધ્યા છે, જે સીધા આણંદની હોસ્પિટલોમાં જ આવતાં બેડ ભરાઈ રહ્યા છે.

ભવ્યા ક્લિનીક, આણંદ (ખાલી બેડ 23)
રિપોર્ટર :
હું અમિત બોલું છું.. મારે જાણવું હતું કે, આપના કિલીનીકમાં ઓક્સિજનનો કોઈ બેડ ખાલી છે. મારે મારા સંબંધીને એડમિટ કરવા છે..
કોઓર્ડિનેટર : ના સર.. મારી પાસે હાલ એક પણ બેડ ખાલી નથી.. સોરી ..

એમરી હોસ્પિટલ, આણંદ (ખાલી બેડ 15)
રિપોર્ટર :
હું આણંદથી કુંજ બોલું.. મારે જાણવું છે.. કે આપના હોસ્પિટલમાં ઓક્સિજનનો કોઈ બેડ ખાલી છે કે નહીં.. કારણ કે મારે મારા બા ને દાખલ કરવા છે..
કોઓર્ડિનેટર : સોરી સર જગ્યા નથી.. અમે હમણાંજ ઉમરેઠથી આવેલા એક દર્દીને ના પાડી હતી. તેનું ઓક્સિજન લેવલ પણ ખુબ ઓછું 87 ટકા પર પહોંચી જવા પામ્યું હતું. પરતું અમે તેમને બીજી જગ્યાએ રીફર કર્યા. મારી જોડે 52 દર્દીઓ સારવાર માટે હોલ્ટ પર છે.

આઈરીસ હોસ્પિટલ, આણંદ (ખાલી બેડ 0)
રિપોર્ટર :
હેલો સર.. હું દેવાંગ બોલું છું..મારી કાકીનું ઓક્સિજનનું લેવલ સવારથીજ નીચું જતું જાય છે... મારે જાણવું છે કે, આપની હોસ્પિટલમાં જગ્યા છે કે નહિ ..
કોઓર્ડિનેટર : ના સર.. હાલ કોઈ સિંગલ બેડ પણ ખાલી નથી.. જેવો ખાલી થશે એટલે તુરંત જ આપને ફોન કરી જાણ કરીશું..

શ્રી કૃષ્ણ હોસ્પિટલ, કરમસદ (ખાલી બેડ 0)
રિપોર્ટર :
હેલો.. સાહેબ મારે ઓક્સિજનની જરૂર પડી છે. આપની હોસ્પિટલમાં જગ્યા છે..
કોઓર્ડિનેટર : માફ કરજો સર એક પણ બેડ એવેલેબલ નથી.. સોરી..

ટીસ્ક્વેર હોસ્પિટલ, આણંદ (ખાલી બેડ 0)
રિપોર્ટર :
હેલો..ટીસ્કવેર હોસ્પિટલ.. હાલ હોસ્પિટલમાં ઓક્સિજન વાળા બેડની જગ્યા છે..
કોઓર્ડિનેટર : સોરી સર.. એક પણ બેડ એવેલેબલ નથી.. સોરી..

શાશ્વત હોસ્પિટલ, આણંદ (ખાલી બેડ 0)
રિપોર્ટર :
હેલો સર.. મારી બા ને ઓક્સિજનની જરૂર પડી છે... આપની હોસ્પિટલમાં બેડ અવેબિલીટી છે...
કોઓર્ડિનેટર : ના... સર.. હાલ હોસ્પિટલના તમામ બેડ ફૂલ.. હમણાંજ એક કલાક પહેલા એક દર્દીને એડમિટ કર્યા છે.. સોરી..

અપરા હોસ્પિટલ, આણંદ (ખાલી બેડ 0)
રિપોર્ટર :
આણંદ અપરા હોસ્પિટલના મેડિકલ ઓફિસરને સતત બે વખત ફોન કર્યો તેમ છતાં તેમના દ્વારા ફોન રિસીવ ન કરાયો હતો..

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો