કોરોના કહેર:આણંદમાં બે સહિત જિલ્લામાં 7 પોઝિટીવ કેસ નોંધાયા

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ જિલ્લા બોરસદ તાલુકા એક સપ્તાહ એકીસાથે ત્રણ કેસ નોંધાયા છે. બોરસદ તાલુકમાં અત્યાર સુધીમાં 65 વધુ પોઝિટીવ કેસ નોંધાઇ ચુકાયા છે. જયારે કોરોના સંક્રમણ કે નોન કોવિડથી 3 દર્દીઓના મોત નિપજયા છે. સ્થાનિક લોકો તકેદારી નહીં રાખે તો આગામી ત્રણ માસ સુધી કોરોના સંક્રમણ બોરસદ તાલુકામાંથી હટશે નહી.તેમજ કેસ વધારો થશે. તેમ શહેરના આગેવાનોએ જણાવ્યું છે. જયારે આણંદ શહેરમાં વધુ બે પોઝિટીવ કેસ નોંધાયા છે. જયારે પેટલાદના કાશીપુરા અને ઓડ ગામેથી એક પોઝિટીવ કેસ નોંધાયો છે.

અનલોક -1 બાદ બોરસદ, પેટલાદ અને આણંદ તાલુકામાંથી વધુ કેસ મળી રહ્યાં છે. ત્રણેય તાલુકામાંતી છેલ્લા અઢી માસમાં 225થી વધુ કેસ મળ્યાં છે. જે ચિંતાનો વિષય છે. જો કે જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે રેપીડ ટેસ્ટની કામગીરી મોટામોલ, સંસ્થાઓ, શાકભાજી માર્કેટ, બજરોમાં હાથધરવામાં આવ્યા છે. હાલમાં દૈનિક 800થી વધુ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવી રહી છે. જેમાંથી કોરોના પોઝિટીવ કેસ 0.50 ટકા મળી રહ્યાં છે. અત્યાર સુધીમાં જિલ્લામાં 727 પોઝિટીવ કેસ નોંધાયા છે.

આણંદ જિલ્ભલામાં નવા નોંદાયેલા કેસમાં રતભાઇ ચીમનભાઇ સાંધવી (ઉ.વ.54) શારદામંગળ ફલેટ આણંદ નવા બસ સ્ટેશન પાસે,સોનલબેન જશભાઇ હરિજન (ઉ.વ.24) ટાંકી પાસે વહેરા બોરસદ, પ્રમોદકુમાર તળપદા (ઉ.વ.24) ટેલીફોન ખરી પાસે ઓડ, સુલતાનશાહ નટુશાહ દિવાન (ઉ.વ.60) કાશીપુરા ખંભાતીભાગોળ પેટલાદ, નંદુબેન ઉંદેસિંહ રાણા (ઉ.વ.65) મકનશાહીદ દરગાહ બોરસદ અને અશ્વિનભાઇ પટેલ (ઉ.વ.58) ભાદરણ, પરસોતમભાઇ સી પટેલ (ઉ.વ.86) , ટાવરબજાર આણંદ સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...