અસુવિધા:આણંદ જિલ્લા કલેકટર કચેરીમાં 8 માંથી 7 કુલર બંધ

આણંદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી બાબુઓએ તરસ છીપાવવા માટે કચરીઓમા ઠંડા પાણીના 70થી વધુ પાણીના જગ મંગાવવાની નોબત, અરજદારોને પીવાના પાણીના વલખાં

આણંદ જિલ્લા કલેકટર કચેરીમાં ઠંડુ પીવાના પાણીની સુવિધા માટે મુકવામાં આવેલા 8 વોટર કુલરમાંથી માત્ર એક વોટર કુલર ચાલુ હાલતમા છે.ત્યારે 7 કુલર બંધ હાલતમાં ફેરવાઈ ગયેલ હોવાથી અરજદારો સહિત સરકારી બાબુઓને પીવાનું પાણી માટે ભટકવાનો વખત આવે છે.પરંતુ સરકારી બાબુઓએ તરસ છુપાવવા માટે દરરોજ કચરીઓમા ઠંડા પાણીના જગ 70થી મંગાવવામા આવે છે.

સરકારી કામગીરી માટે આવતા અરજદારોને હાલાકીઓનો ભોગ બનવુ પડે છે.બીજી તરફ હાલમા કલેકટર કચેરીમાં પીવામાં આવતું પાણીના ટાંકી પાસે લીલનું સામ્રાજય છવાઇ ગયેલુ જોવા મળતું હોવથી દિવા તળે અંધારુ જેવો ઘાટ જોવા મળે છે. આથી કાળઝાળ ગરમીમાં જીલ્લા વહીવટી તંત્ર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે મુકવામાં આવેલા વોટરકુલર બંધ હાલતમાં ફેરવાઇ ગયા હોવાથી વહેલી તકે શરૂ કરવા માંગ ઉઠવા પામી છે.

પ્રાપ્ત માહિતી મુજબ આણંદ કલેકટર કચેરીમાં ગ્રાઉન્ડ ફલોર થી 4 માળ સુધી સંસદસભ્યની ઓફિસ, ચૂંટણી શાખા, પુરવઠા શાખા, મધ્યાહ ભોજન શાખા, આણંદ શહેર મામલતાદર, ગ્રામ્ય મામલતદાર કચેરી ,ઇ -ધરા સહિત કચેરીમાં દિન પ્રતિદિન હજારોની સંખ્યામાં અરજદારો સરકારી કામ માટે આવતાં હોય છે.

બીજી તરફ વિવિધ શાખાની સરકારી કચેરીઓમાં 400 થી વધુ કર્માચારીઓ ફરજ બજાવી રહ્યાં છે. ત્યારે પીવાના પાણી સુવિધા માટે મુકવા આવેલા વોટર કુલર છેલ્લા ત્રણ વર્ષથી બંધ હાલતમાં ફેરવાઇ ગયા છે. સૌ પ્રથમ આણંદ શહેર મામલતદાર કચેરી પાસે વોટર કુલર ચાલુ હાલતમાં છે. પરંતુ ગ્રામ્ય મામલતદાર કચેરી, ચૂંટણી શાખા પાસે મુકવામાં આવેલા 7 જેટલા વોટરકુલર બંધ હાલતમાં ફેરવાઇ ગયા છે. જેના લીધે અરજદારો સહિત સરકારી બાબુઓને પીવાના પાણી માટે હાલાકીઓનો ભોગ બનવું પડે છે.

ઘણાં સમયથી વોટર કુલર ચાલુ નહી કરવામાં આવતાં કલેકટર કચેરીમાં દિવા તળે અંધારુ જોવો ઘાટ જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગને જિલ્લા કલેકટર દ્વારા બિમારીઓ અટકાવવા આદેશ આપવામાં આવે છે. પરંતુ સાહેબની શિખામણ દરવાજા સુધી હોય તેમ કલેકટર કચેરીના અગાસી પર મુકવામાં આવેલી પાણીની ટાંકી પાસે સાફ સફાઈના અભાવે લીલનું સામ્રાજય ફેલાઇ ગયુ છે.

કલેકટર કચેરીની અગાસીમાં જ પાણીની ટાંકી પાસે લીલનું સામ્રાજય
આણંદ કલેકટર કચેરી ચોથા માળે પીવાના પાણી ટાંકી મુકવામાં આવી છે. પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા સાફ સફાઇ હાથ ધરવામાં નહીં આવતાં મોટા પ્રમાણ લીલનું સામ્રાજય ફેલાઇ ગયું છે. એક તરફ જિલ્લાકલેકટર દ્વારા મેલેરિયા અટકાવવાના ભાગરૂપે કર્મચારીઓને પાણીની ટાંકી સહિત પાત્રોની સાફ સફાઇના આદેશ આપવામાં આવે છે. પરંતુ કલેકટર કચેરીમાં સાફસફાઇના અભાવે અરજદારોને બિમારી સપાડય તેવું પીવાના પાણીનો વારો આવી રહ્યો છે.

આણંદ પ્રાંત કચેરી પાસે વોટર કુલર રૂમ કબાડીખાનામાં ફેરવાયો
આણંદ કલેકટર કચેરી ખાતે આવેલ પ્રાંત કચેરી પાસે વોટર કુલર ખુણામાં ધકેલી દેવાયું છે. જો કે કચેરી પાસે મુકવા આવેલ વોટરકુલર જગ્યાએ કબાડી ખાનું હોય તેમ ભંગાર જેવો કે ખુરશી, મતપેટીઓ સહિતની સામગ્રીઓ મુકવામાં આવી છે. જે નજરે જોઇને અરજદારો વિચારમાં મુકાય જતાં હોય છે.ત્યારે અન્ય કચેરી મુકવામાં આવેલા વોટરકુલર બંધ હાલતમાં જોવા મળી રહ્યાં હોવાથી વહીવટી તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...