તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના કહેર:જિલ્લામાં કોરોના પોઝિટીવના નવા 7 કેસ: આંક 955 પહોંચ્યો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેપીડ ટેસ્ટના પગલે દૈનિક 20 વધુ શંકાસ્પદ કેસ મળે છે

આણંદ જિલ્લાં ગુરૂવારે નવા 7 પોઝિટીવ કેસ નોંધાયા છે.જેમાં આણંદ અને બોરસદ બે બે કેસ,પેટલાદ,ખંભાત અને સોજીત્રામાં એક એક પોઝિટીવ કેસ નોંધાયો છે.આમ જિલ્લામાં કુલ 955 પોઝિટીવ કેસ નોંધાયા છે.જયારે રેપીડ ટેસ્ટમાં સતત શંકાસ્પદ કેસ વધી રહ્યાં છે.આણંદ શહેરમાં રેપીડ ટેસ્ટ વધારવામાં આવતાં દૈનિક 20 વધુ શંકાસ્પદ કેસ મળી રહ્યાં છે,હાલ જિલ્લામાં શંકાસ્પદ કેસની સંખ્યા વધુ હોવાથી કોવિડ સેન્ટરો ફૂલ થઇ ગયા છે. જો કે આગામી દિવસોમાં તકેદારી રાખવામાં નહીં આવે તો કેસ વધવાની સંભાવના છે.

બોરસદના વહેરા ગામે કાંતિભાઇ આશાભાઇ પટેલ(ઉ.વ.78) અને કિંખલોડ ગામે ગોપીબેન તુષારકુમાર ઠાકર(ઉ.વ.38), પેટલાદ તાલુકાના શેખડી ગામે બાબુભાઇ જેસંગભાઇ પટેલ(ઉ.વ.66), સોજીત્રા તાલુકા દેવાવાંટા મહેશભાઇ ભૂપત મહિડા(ઉ.વ38) , ખંભાત તાલુકાના સાયમા ગામે રહેતા ભરતભાઇ બી પટેલ (ઉ.વ.55), આણંદ શહેરના મનીષાબેન એસ પટેલ(ઉ.વ.42) અને આણંદ 100 ફૂટ રોડ ખાતે રહેતા ડો રજનીકાન્ત કંથરાણી (ઉ.વ.66)ના કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

63 દર્દીઓ સારવાર હેઠળ
આણંદ જિલ્લામાં 955 પોઝિટીવ કેસમાંથી અત્યાર સુધીમાં 876 દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે પરત ફર્યા છે. હાલમાં 63 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં 10 દર્દીઓ ઓકસીજન પર છે. જયારે 48 દર્દીઓની સ્ટેબલ પર છે.જયારે 5 વેન્ટીલેટર પર છે.જયારે હાલમાં 18 દર્દીઓ હોમ આઇસોલેશન પર છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો