આણંદ પાલિકા એક્શનમાં:2 દિવસમાં 7 લાખના વેરાની વસુલાત, બોરસદ ચોકડી પાસે 3 દુકાનોને સીલ, 80 હજારની વસુલાત

આણંદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

આણંદ નગરપાલિકાની 26 કરોડ ઉપરાંત વેરા વસુલાત બાકી પડતી હોય વેરો વસુલવા આક્રમક વલણ અપનાવીને ઝુંબેશ હાથ ધરી છે ત્યારે બોરસદ ચોકડી પાસે ઔદ્યાગિક વસાહતમાં વર્ષોથી ટેક્ષ નહીં ભરતી ત્રણ દુકાનો સીલ મારીને સ્થળ પર રૂા 80 હજારની વસુલાત કરવામાં આવી હતી. ઉપરાંત શહેરમાં અન્ય બાકીદારોને નોટીસ આપવા છતાં વેરો ભરવામાં બેદરકારી બદલે કડક કાર્યવાહીથી 2 દિવસમાં રૂ. 7 લાખની વસુલાત થઇ હતી. હજુ પણ બાકીદારો દ્વારા દિન 15માં બાકી પડતી રકમ ભરપાઇ કરવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આણંદ નગરપાલિકા ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે જણાવ્યંુ હતું કે, આણંદ શહેરમાં બાકીદારોને રીબેટનો લાભ આપવા છતાં વેરો ભરપાઇ કરવામાં આવતો નથી. આથી તેઓની સામે કડક હાથે વસુલાત કરવા માટેની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ચાર જેટલી ટીમો બનાવીને શહેરના કુલ 13 વોર્ડમાં તમામ બાકીદારો પાસેથી વસુલાત કરવામાં ડોર ટુ ડોર કાર્યવાહી કરાશે.

બોરસદ ચોકડી પાસે આવેલી ઔદ્યોગિક વસાહતમાં ત્રણ દુકાન માલિકોને દ્વારા નોટીસ આપવા છતાં વર્ષોથી બાકી પડતો વેરો ભરાપાઇ કરવામાં આવતો ન હતો. આથી પાલિકાની ટીમોએ ત્રણ દુકાન સીલ કરતા માલિકો દોડતા થયા હતા અને રૂ. 80 હજાર ભર્યા હતા. આમ બાકી વસુલાતની ઝુંબેશ અંતર્ગત ઔદ્યોગિક એકમો, દુકાનદારો, હોટલોધારકો પાસેથી બે દિવસમાં રૂા 7 લાખની વેરા વસુલાત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...