બોરસદ પોલીસે વીતેલા દિવસ દરમિયાન બોરસદ ટેકરીયા વિસ્તાર અને દહેવાણ ગામે છાપો મારી સાત જુગારીઓને રૂા.36,300ના મુદામાલ સાથે ઝડપી પાડયા છે.
બોરસદ ટાઉન પોલીસની ટીમે ગુરૂવારે સાંજે પેટ્રોલીંગમાં નિકળ્યા હતા. આ દરમ્યાન બાતમી મળતાં તેમણે શહેરની નાવડસીમ ટેકરીયા વિસ્તારમાં નહેર ઉપર છાપો માર્યો હતો ત્યારે નૈનેશ મહેન્દ્રભાઈ ભાવસાર રહે. નટરાજ ટોકીઝ પાસે, નૈનેશભાઈ વ્યોમેશભાઈ પટેલ રહે. ધરતીનગર સોસાયટી અને બંટીભાઈ દીનેશભાઈ પ્રજાપતિ રહે. કાશીપુરા કુંભાર વાડો, પાના પત્તા ઉપર જુગાર રમતાં પકડાઈ ગયા હતા, પોલીસે તેમની પાસેથી રૂ.20400નો મુદામાલ કબજે લીધો હતો.
વીરસદ પોલીસે ગુરૂવાર બપોરે પેટ્રોલીંગમાં નિકળ્યા હતા. આ દરમ્યાન બાતમી મળતાં તેમણે દહેવાણ ગામના કોમ્યુનીટી હોલ પાછળ ખુલ્લ્ જગ્યામાં છાપો માર્યો હતો ત્યાર સલીમ વલીશા દીવાન, અબેસિંગ રણજીતસિંહ પરમાર, ભુપેન્દ્રભાઈ ભગવતીભાઈ પંચાલ અને નટવરસિંહ ભીખુભાઈ પરમાર પાના પત્તા ઉપર જુગર રમતાં પકડાઈ ગયા હતા. પોલીસે તેમની પાસેથી રૂા.16300નો મુદામાલ કબજે લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.