ક્રાઈમ:આણંદમાં મકાનના ધાબા પર જુગાર રમતા 7 ઝડપાયા

આણંદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 48 હજારનો મુદ્દામાલ કબજે કર્યો

આણંદ શહેરમાં કપાસીયા બજાર વિસ્તારમાં બંધ મકાનના ધાબા પર જુગાર રમતા સાત શખ્સોને પોલીસે રૂપિયા 48,500ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્તિ માહિતી અનુસાર, આણંદ શહેરમાં કપાસીયા બજારમાં આવેલા એક બંધ મકાનના ધાબા ઉપર કેટલાક શખ્સો ભેગા મળીને પત્તાપાનાનો જુગાર રમી રહ્યા હોવાની ચોક્કસ બાતમીના આધારે આણંદ શહેર પોલીસે બંધ મકાનનાં ધાબા પર દરોડો પાડી જુગાર રમતા ભરત નરસી સોલંકી, શના મંગળ, વિનોદ બાબુ, પ્રહલાદ નરસી, રતિલાલ કાળીદાસ, સુનિલ શના વસાવા અને યોગેશ અરવિંદ (તમામ રહે. આણંદ)ને ઝડપી પાડ્યા હતા.

પોલીસે તેમની પાસેથી રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન અને બાઈક મળી કુલ રૂપિયા 48 હજારનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...