તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાઈબર ક્રાઈમ:ડેઈલી રીફંડની લાલચે ગુમાવેલા 69 હજાર પોલીસે પરત અપાવ્યા

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જીટોડિયાના યુવકે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી

સોશ્યલ મીડિયા પર ડેઈલી ઈન્વેસ્ટમેન્ટ, ડેઈલી રીફંડની જાહેરાત જોયા બાદ તેમાં રોકાણ કરનારા જીટોડિયાના યુવકે રૂપિયા 69 હજાર ગુમાવ્યા હતા. જે અંગેની જાણ તેણે આણંદ સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં કરતાં પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી કરી પૂરેપૂરા પૈસા યુવકને પરત અપાવ્યા હતા.આણંદ આર્ટસ કોલેજમાં અભ્યાસ કરતાં અને જીટોિડયા રોડ પર રહેતા દિવ્યેશ રમેશભાઈ પટેલે અજાણ્યા ટેલીગ્રામ ગ્રૂપમાં ડેઈલી ઈન્વેસ્ટમેન્ટ, ડેઈલી રીફંડ નામની એક જાહેરાત જોઈ હતી.

દરમિયાન, તેણે રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. જોકે, રોકાણ કર્યું પરંતુ એ પછી તેને એક પણ વખત રીફંડ મળ્યું નહોતું. જેને પગલે તેણે તપાસ હાથ ધરી હતી. જેમાં તેની પાસે છેતરપિંડી થઈ હોવાનું ખૂલ્યું હતું. તેણે તુરંત જ આ મામલે આણંદ સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે વોલેટ કંપનીમાં પત્રવ્યવહાર કરી પેમેન્ટ અટકાવી દઈ યુવકને પૈસા પરત અપાવ્યા હતા. ઓનલાઈન મળતી સસ્તી ઓફરો અાપતી વેબસાઈટ કે સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ પર આવતી જાહેરાતો પર ભરોસો કરવો નહીં. કોઈપણ વોલેટમાં કેશબેક, રીવર પોઈન્ટ લેવા માટે કોઈને પણ ઓટીપી આપવો નહીં, તેવી અપીલ સાઈબર ક્રાઈમ પોલીસ દ્વારા કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...