આદેશ:આણંદમાં દીવાળી ટાણે ફટાકડાના હંગામી પરવાના માટે 69 અરજીઓ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રાંત કચેરી દ્વારા અરજીઓના આધારે મામલતદારોને સ્થળ તપાસના આદેશ

આણંદમાં દિવાળી પર્વે દારૂખાનાના વેચાણનો પરવાનો લેવા માટે પ્રાંત કચેરીમાં 69 વેપારીઓ અને દુકાનદારોએ અરજી કરી છે. તંત્ર દ્વારા 69 જેટલી અરજી આવી હોવાથી મામલતદારોને સ્થળ તપાસના આદેશ કર્યા છે. જેનો રીપોર્ટ આવ્યા બાદ દારૂખાનાના વેચાણ માટે પરવાનગી આપશે. આણંદ પ્રાંત કચેરી દ્વારા દિવાળી પર્વે 15 દિવસ માટે હંગામી પરવાનગી દારૂખનાના વેચાણ માટે અપાય છે. તેમજ કાયમી દારૂખના માટે શરતોને આધિન પરવાનગી આપે છે.

હાલમાં દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો હોવાથી આણંદ પ્રાંત કચેરીમાં આજદિન સુધીમાં ઉમરેઠ તાલુકામાંથી 21 અને આણંદ શહેરમાંથી 48 જેટલી અરજી આવી છે. જો કે ગત વર્ષ કરતાં વધારે અરજી આવી હોવાથી શહેરમાં દારૂખાનાની દુકાનમાં પ્રચંડ આગ લાગી હોવાની બીજ વખત ઘટના બને નહીં તે માટે મામલતદારોને અરજીના આધારે સ્થળ તપાસના આદેશ કરવામાં આવ્યા છે. બીજી તરફ શહેરમાં તાજેતરમાં ફટાકડાની દુકાનમાં આગ લાગી હોવાની ઘટના ઘટી હોવા છતાં શહેરમાં વેપારીઓ, દુકાનદારો દારૂખાનાનો આગ્રહ રાખી રહ્યાં છે.

વધુમાં પ્રાંત ઓફિસના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, આણંદ તાલુકા સહિત ઉમરેઠ તાલુકામાં 34 જેટલા વેપારીઓને કાયમી દારૂખનાના વેચાણ માટેની પરવાનગી આપી હતી. હંગામી પરવાનો આપતા પહેલા અરજદાર પાસેથી સ્થાનિક પોલીસનું પ્રમાણપત્ર, નગરપંચાયતનું ચાલુ વર્ષનું ના વાંધા પ્રમાણ પત્ર અને ફાયર સુપ્રિટેન્ડનું પ્રમાણપત્ર આપ્યા બાદ પરવાનગી આપે છે.

અન્ય સમાચારો પણ છે...