વાયરલ ફિવરનો:આણંદ સિવિલમાં ત્રણ દિવસમાં વાયરલના 651 દર્દીની સારવાર

આણંદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેવડી ઋતુના પગલે આણંદમાં વાયરલ ફિવરનો પાવર

હાલમાં વાતાવરણમા એકાએક પલ્ટો જોવા મળી રહ્યો છે. ત્યારે સવારે ઠંડી અને બપોરે ગરમી બેવડી ઋતુના પગલે શરર્દી, ઉધરસ અનેવાયરલ ફીવરના કેસમાં વધારો જોવા મળ્યાં છે.આણંદ શહેરમા મીની સિવિલ હોસ્પિટલમાં વહેલી સવારથી દર્દીઓનો સારવાર માટે ભીડનો માહોલ જોવા મળ્યો હતો.જે મુજબ છેલ્લા ત્રણ દિવસમાં 651 દર્દીઓ ઓપીડીમાં સારવાર લીધી છે. જેમાં મોટાભાગના વાયરલ ફીવરના અને શરર્દી ખાંસી દર્દીઓ વધુ જોવા મળ્યાં હતા.બીજી તરફ આણંદ પાલિકા આરોગ્ય વિભાગ દ્વારા શહેરની સોસાયટી વિસ્તારોમાં ફોગીંગ છંટકાવ સહિત મચ્છર નાબૂદી માટે દોડધામ પણ શરૂ કરી દીધી છે.જો કે ડેન્ગ્યુના બિમારીનો એક પણ કેસ નોંધાયો નહીં હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ.

પ્રાપ્ત માહિતી મુજબ હાલમાં દિવસે અસહ્ય ગરમી અને મોડી રાત્રે ઠંડુ વાતાવરણ થઇ જતું હોવાથી વાયરલ ફીવરના કેસો નોંધાઇ રહ્યાં છે.આણંદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે સપ્તાહથી વાયરલ ફિવર સહિત કેસોમાં સતત વધઘટ જોવા મળી રહી છે. જેમાં છેલ્લા ત્રણ દિવસમાં સિવિલ હોસ્પિટલમાં 651 દર્દીઓને વાયરલ બિમારીની સારવાર કરવામાં આવી છે.આ અંગે આણંદ સિવિલ સર્જન અમર પંડયાએ જણાવેલ કે હાલમા મંગળવારે 211 અને બુધવારે કુલ 211 સહિત ગુરૂવારે કુલ 190 દર્દીઓને સારવાર આપવામા આવી છે.

જયારે શહેરના ખાનગી દવાખાનાઓમાં વાયરલ ફિવરસહિત શરર્દી ખાસીના દર્દીઓને દૈનિક 400 થી વધુ સારવાર લઇ રહ્યાં છે. હાલમાં સિઝન બદલાઇ રહી હોવાથી કેસોમાં વધારો થવાની સંભાવના છે. હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા મેલેરિયા ,ડેન્ગ્યુ ફેલાઇ નહીં તે માટે તમામ તકેદારી રાખવામાં આવી રહી છે. આણંદ શહેરમાં અર્બન હેલ્થ સેન્ટરની જુદી જુદી ટીમો તથા નગરપાલિકાની ટીમો દ્વારા ઘેર ઘેર સર્વે કરીને પોરાનાશક કામગીરી પણ હાથ ધરવામાં આવી રહેલ છે.

સરકાર પાલિકાને વર્ષે 75 લાખ ભાડું આપે છે
આણંદ મીની સિવિલ હોસ્પિટલમાં પાલિકાનુ જુનુ મકાન જર્જરીત થઈ ગયુ હોવાથી તોડી નાંખવામા આવ્યુ છે.તેમજ સરકારના કરાર મુજબ આણંદ મીની સિવિલ હોસ્પિટલનુ વર્ષે આણંદ નગર પાલિકાને રૂ.75 લાખ ભાડુ ચુકવવામા આવે છે.પરંતુ નવુ મકાનમાં શુ બનાવવામા આવશે તે મને ખબર નથી.> અમર પંડયા ,સિવિલ સર્જન, આણંદ

અન્ય સમાચારો પણ છે...