તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:બોરસદની વાલવોડ સીમમાંથી 6.37 લાખની મતાની તસ્કરી

આણંદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પરિવાર જમી પરવારીને સુઇ ગયા ત્યારે તસ્કરો હાથ અજમાવ્યો

બોરસદ તાલુકાના વાલવોડ ગામે રહેતા એક પરિવારના પરીવારજનો નોકરી પરથી પરત ઘરે આવીને જમી પરવારીને સુઈ ગયા હતા. ત્યારે કોઇ શખ્સોએ મકાનની સાઈડમાં આવેલ બારીની લોખંડની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કરી તીજોરી અને કબાટમાં મુકેલ સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ 6,37,500ની મત્તા ચોરી કરી લઈ ગયાની ફરિયાદ ભાદરણ પોલીસ મથકમાં નોંધાઇ છે.

વાલવોડ ગામે ખેડાસા રોડ પર નગવાડ સીમ વિસ્તારમાં કાંતિભાઈ જાલમભાઈ પરમાર પરિવાર સાથે સાંજના જમી પરવારીને રાત્રિના નવ વાગ્યાના અરસામાં સુઈ ગયા હતા. રાત્રિના ત્રણ વાગ્યાના અરસામાં કાંતિભાઈ પરમાર બાથરૂમ જવા માટે ઊઠ્યા હતા. ત્યારે ઘરમાં આવેલી બંધ રૂમના દરવાજે લાઈટનું અજવાળું દેખાતા કાંતિભાઈને થયેલ કે, રૂમમાં લાઈટ કેમ ચાલુ છે, જેથી જોવા ગયા હતા. ત્યારે રૂમની અંદર જોતા રૂમની સાઈડમાં બારીની લોખંડની ગ્રીલ તોડી કોઈ ચોર શખ્સો અંદર પ્રવેશી તિજોરી તેમજ કબાટમાં મુકેલ સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી રૂ 6,37,500ની મત્તા ચોરી કરી લઇ ગયા હોવાનું જણાઇ આવ્યું હતું. આ બનાવ અંગે ભાદરણ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો