પરિણામ જાહેર:આણંદમાં ધો.12 સાયન્સનું 62.60 ટકા પરિણામ જાહેર, A-1માં માત્ર ત્રણ જ વિદ્યાર્થી

આણંદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોરોના કાળ દરમિયાન વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર જોવા મળી

એજ્યુકેશન હબ આણંદ જિલ્લામાં ગુરૂવારે જાહેર થયેલું ધો.12 સાયન્સનું પરિણામ 62.60 ટકા જાહેર કરવામાં આવ્યું છે. ગયા વર્ષે કોરોના મહામારીના પગલે સો ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, આ વર્ષે કોરોના કંટ્રોલમાં રહેતા ઓફલાઇન એક્ઝામ લેવામાં આવી હતી. જેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. વરસભર ઓનલાઇન ભણેલા વિદ્યાર્થીઓને મળેલા પર્સન્ટાઇલમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. 38 ટકા વિદ્યાર્થી નપાસ જાહેર થયાં છે. તો 1649 વિદ્યાર્થી સી અને ઇ ગ્રેડ મળ્યો છે.

આણંદ જિલ્લામાં ચાલુ વર્ષે ધો.12 સાયન્સમાં 3839 વિદ્યાર્થી નોંધાયા હતાં. જેમાં 3834 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષાનું ગુરૂવારના રોજ પરીણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં 62.60 ટકા વિદ્યાર્થીઓ પાસ થયાં હતાં. જોકે, તેમાં મોટા ભાગના એટલે કે 1649 વિદ્યાર્થીને સી અને ઇ ગ્રેડ મળતાં નિરાશાનો પણ માહોલ જોવા મળ્યો હતો. માત્ર ત્રણ જ વિદ્યાર્થી એ-1 ગ્રેડ મેળવી શક્યાં છે. જ્યારે એ-2માં 84 અને બી-1માં 245 અને બી-2માં 419 વિદ્યાર્થીને મળ્યાં છે.

કેન્દ્ર પ્રમાણે પરિણામ

સેન્ટરનોંધાયેલાહાજરપાસનપાસટકા
આણંદ88035387952759.95
બોરસદ90890652638258.06
ખંભાત48648535712973.61
પેટલાદ50950926124851.28
વિદ્યાનગર91090964226870.63

છાત્રોની મહેનત + પરિવારની હૂંફ + શિક્ષકોનું માર્ગદર્શન = A-1 ગ્રેડ પરિણામ
હર્ષિલે ટ્યુશન વગર ઘરે મહેનત કરીને એ-1 ગ્રેડ મેળવ્યો

બોરસદની સરસ્વતિ સ્કૂલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી હર્ષિલ સનતકુમાર મકવાણા એવન ગ્રેડમાં સ્થાન મેળવી સ્કૂલનું અને સમાજનું નામ રોશન કરેલ છે હર્ષિલના માતાપિતા બંને શિક્ષક છે તેણે એક પણ ટ્યુશન વગર જાત મહેનત અને સ્કૂલની મહેનતથી પરિણામ હાંસલ કરી છે અને તેની ઈચ્છા એમ.બી.બી.એસ કરીને પછી સર્જન ડોક્ટર થવાની છે.

ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવતા પરિવારનો દિકરો ઝળક્યો
ખંભાત તાલુકના બામણવા ગામના સીમવિસ્તારમાં સુખદેવભાઇ ચાવડા ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવતા સુખદેવભાઈ પુત્ર નરેન્દ્ર ચાવડા .ધોરણ-10 પરીક્ષામાં એ-1 ગ્રેડ ક્રમાંક મેળવી શાળાકક્ષાએ અવ્વલ રહ્યો હતો.પરંતુ લક્ષ પરિવારની હૂંફને કારણે ચાવડા નરેન્દ્રકુમારે ધોરણ-12 સાયન્સમાં પણ 99.98 પી.આર મેળવી સમગ્ર આણંદ જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવી નામ રોશન કર્યું છે.

માતાએ સિલાઇ કામ કરીને દિકરી નિલમને ભણાવી
આણંદની કસ્તુરબા કન્યા વિધ્યાલયમાં અભ્યાસ કરેલ નીલમ સોલંકી A1 ગ્રેડ સાથે ઉર્તિણ થઇ છે. નીલમ માતા સાથે રહે છે. માતાએ સિલાઇ કામ કરીને અભ્યાસ ખર્ચ પુરો પાડયો હતો. વિદ્યાર્થીની નીલમ સોલંકીના જણાવ્યા અનુસાર તેણે નિર્ણય કરી લીધો હતો કે ધોરણ 10 અને ધોરણ 12 માં તેને A1 ગ્રેડ મેળવવો જ છે. અને પોતે A1 ગ્રેડ પામવા માટે ખૂબ મહેનત અને લગનથી કલાકો સુધી અભ્યાસ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...