તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:બ્લડ ડોનેશન કેમ્પમાં 60 યુનિટ બલ્ડ એકત્ર થયું

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાડગુડના ગ્રામજનોએ લાભ ઉઠાવી શિબિર ને સફળ બનાવવામાં મદદ કરી

આણંદ તાલુકાના હાડગુડ ગામના નવસર્જન ગ્રુપ દ્વારા આઈકેર પેથોલોજી સાથે મળી બ્લડ ડોનેશન તેમજ બ્લડ ગ્રુપ ટેસ્ટિંગ કેમ્પ યોજવામાં આવ્યો હતો.હાડગુડ પ્રાથમિક ગુજરાતી શાળા કેમ્પસ માં આયોજિત રકતદાન શિબિર માં હાડગુડ ગામના ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લઈ રક્તદાન કરવામાં આવ્યું હતું. શિબિરમાં નાના ભૂલકાઓ એ પણ ભાગ લઇ પોતાના બ્લડ ગ્રુપ ની ચકાસણી કરાવાઈ હતી.

આ કેમ્પમાં 60થી વધુ યુનિટ બ્લડ એકત્ર કરવામાં કેમ્પના સંચાલકોને સફળતા મળી હતી.આ તબક્કે ડૉ. સઈદ વ્હોરા એ પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું હતું કે મુસ્લિમ સમાજ માં રક્તદાન ને લઈ અનેક પ્રકાર ની ભ્રમણા અને ગેરમાન્યતાઓ ફેલાયેલી છે તેવા સમયમાં હાડગુડ મુસ્લિમ સમાજ દ્વારા 60 થી વધુ રક્ત યુનિટ એકત્ર કરી રેડક્રોસ આણંદ ને સમર્પિત કરી એક નવી રાહ ચીંધી છે.સારી એવી માત્રા માં રક્તદાન કરવા બદલ સમગ્ર હાડગુડ ગામ મુસ્લિમ સમાજ નો ડો.સઈદ વ્હોરા એ આભાર વ્યક્ત કર્યો હતો.

આણંદ ના મ્યુનિસિપલ કાઉન્સિલર ઇલ્યાસ ભાઈ વ્હોરા એ પ્રસંગોચિત પ્રવચન કરતા જણાવ્યું હતું કે કોરોના ની ભયાનક મહામારી માં ઇમરજન્સી ના સમયે રક્ત ની જરૂરિયાત અનેક દર્દીઓ ને પડી હતી.ત્યારે રક્ત મેળવવા માં અનેક જરૂરી યાત મંદ લોકોને ભારે પરેશાનીઓ નો સામનો કરવો પડ્યો હતો. હાલ ચાલી રહેલ વૈશ્વિક મહામારી માં રક્તદાન શિબિર થકી એકત્ર કરવામાં આવેલ લોહી અનેક લોકોની જિંદગી બચાવવા ઉપયોગી નીવડશે.

અન્ય સમાચારો પણ છે...