મરામતની મોંકાણ:આણંદના 60 હજાર રહીશોને 7 કલાક વીજ કાપ વેઠવો પડશે

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 11 કેવી ફિડરની 1 વર્ષથી મરામત કરાઈ ન હતી
  • આજે 3 સબ ડિવિઝનમાં સમારકામની કામગીરી કરાશે

આણંદ શહેરના 66 કેવી હસ્તક સબ ડીવીઝન સરદાર,શાસ્ત્રી અને આણંદ ઉત્તર ડીવીઝનમાં એક વર્ષથી સમારકામની કામગીરી હાથધરવામાં આવી નહીં હોવાતી રવિવારે વીજ તંત્ર દ્વારા 7 કલાક સુધી વીજકાપ મુકાયો છે. ત્યારે ત્રણેય સબડીવીઝનના 66 હજાર ઉપરાંત વીજધારકોને વીજળી ડુલથી અસર થશે. 66 કેવીઅને 11 કેવી બસબારનું સમારકાના પગલે વીજ સપ્લાય બંધ કરવામાં આવનાર હોવાતી શહેરના ત્રણેય સબ ડીવીઝનમાં વીજ કાપ 7 કલાક સુધી મુકવામાં આવ્યો છે. મરામતની કામગીરી પૂર્ણ થતાં બપોરે બે કલાક વીજ સપ્લાય શરૂ કરી દેવામાં આવશે.તેમ આણંદ વીજ તંત્રના સત્રોએ જણાવ્યું હતું.

આણંદ અડધા ઉપરાંત શહેરમાં વીજતંત્ર મેન્ટેન્સની કામગીરીના પગલે વીજકાપનો નિર્ણય કર્યો છે. શહેર અને ગામડી વિસ્તાર ,લાંભવેલ ગામ અને આસપાસના વિસ્તારમાં સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી વીજકાપ મુકવામાં આવ્યો છે. જેના પગલે શહેરના સરદાર ,શાસ્ત્રી અને આણંદ ઉત્તર સબ ડીવીઝનના 60 હજાર ઉપરાંત વીજધારકોને હાલાકીઓનો ભોગ બનવું પડશે. આ અંગે આણંદ વીજતંત્રના આધારભૂત સૂત્રો જણાવ્યું હતું કે, એક વર્ષથી 11 કેવી ફિડરમાં સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી ન હતી.

અન્ય સમાચારો પણ છે...