વીજળી ડૂલ:આણંદના શાસ્ત્રી-સરદાર ફીડરમાં 60 ફરિયાદ નોંધાઇ

આણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 43 ડિગ્રી આકરી ગરમીમાં વીજ ધાંધીયા

આણંદ શહેરમાં રેકોર્ડ બ્રેક 43.02 ડિગ્રી તાપમાન નોંધાયું છે.ત્યારે શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં વીજળી ડૂલ થવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. વિજતંત્રના સરદાર, શાસ્ત્રી ડિવીઝનમાં સીંગલ લાઇન વારંવાર બંધ અને ટ્રાન્સફર્મરમાં ફોલ્ટ થવાથી 60 જેટલી ફરિયાદો વીજતંત્રના ચોપડે નોંધાઇ છે. જો કે મેન્ટેનન્સના નામે દર રવિવારે વીજકાપ મુકવા છતાં ઉનાળની ગરમીમાં વારંવાર લાઇટો ડુલ થતાં વીજ તંત્રની પોલ ખુલ્લી પડી ગઇ હતી.

આણંદ શહેરમાં ફાતમા મસ્જિદ પાસે નુરે ઇલાહી સોસાસટી, નડિયાદ મસ્જિદ પાછળ, અનંત હાઇટ સહિત જુદા જુદા વિસ્તારોમાં ટ્રાન્સફરમર ફોલ્ટ થવાથી વારંવાર વીજળી ડુલ થઇ જતી હતી. જેના કારણે 2 હજારથી વધુ વીજધારકો હેરાન પરેશાન થઇ ગયા હતા. આ અંગે આણંદ વીજતંત્રના ફરિયાદ કેન્દ્રમાં આણંદ શાસ્ત્રી ડિવીઝનમાં 26 ફરિયાદો અને સરદાર ડિવીઝનમાં 34 વીજ ધારકો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...