આણંદ જિલ્લા ઔદ્યોગિક સ્વાસ્થ્ય સલામતી વિભાગની ટીમો દ્વારા તાજેતરમાં ફેકટરીઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને ફેકટરી અને કંપનીઓ દ્વારા તેમા કામ કરતાં કર્મચારીની સુરક્ષા માટેની કેવી વ્યવસ્થા છે તેમજ કંપની એકટનું તમામ નિયમોનું પાલન કરાય છે કે કેમ તેની તપાસ કરાઇ હતી. જેમાં આણંદ જિલ્લાની એક ફેકટરીને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તેની સામે 60 કેસ કરવામાં આવ્યા હોવાનું ઔદ્યોગિક સ્વાસ્થ્ય સલામતી વિભાગના અધિકારી જે.જે પટેલે જણાવ્યું હતું.
આણંદ જિલ્લાઔદ્યોગિક સ્વાસ્થય સલામતી વિભાગ દ્વારા તપાસ દરમિયાન એક ફેકટરીના માલિક દ્વારા કંપનીના નિયમોનું ઉલ્લઘન કરવામાં આવ્યું હતું. તેમજ કર્મચારીઓની સુરક્ષા માટેની કોઇ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. તેથી વિભાગ દ્વારા 60 જેટલા કેસ કરાયા છે.
આ ઉપરાંત આણંદ નજીક આવેલી બે ફેકટરીના માલિકો દ્વારા ફાયરસેફટી સાધનો ન રાખવાથી સામાન્ય આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. તેથી માલિકની બેદરકારી સામે આવતાં તેઓને રૂા.90 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. જયારે અન્ય ફેકટરીના માલિકે કર્મચારી માટે પુરતી સુવિધા ઉભી કરી ન હોવાથી તેને પણ રૂા 90 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.આ ઉપરાંત વિદ્યાનગરના પેટ્રોલ પંપ પર કર્મચારીઅોનું હાજરી પત્રક નિભાવવામાં આવતુ ન હતુ જેથી તેના માલિકને પણ નોટિસ ફટકારી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.