હોટેલ ઉદ્યોગ કોરોનામૂક્તિ તરફ:આણંદમાં ખાણીપીણીના લાયસન્સ માટે 60 અરજી

આણંદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગત વર્ષે કોરોના સંક્રમણને પગલે લાદવામાં આવેલા લોકડાઉન બાદ હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના ઉદ્યોગ બંધ થઇ ગયા હતા. 10 માસ સુધી રાત્રિબજારો બંધ રહેતા આણંદ -વિદ્યાનગરમાં 60થી વધુ હોટલ, ખાણીપીણીની દુકાનો બંધ થઇ ગઇ હતી. જેના કારણે હોટલો ઉદ્યોગ પડી ભાગતા કેટલાંય પરિવારો બરબાદ થઇ ગયા હતા.

જો કે કોરોના સંક્રમણ ઘટતા સરકારે રાત્રિ બજાર સહિત હોટલ ઉદ્યોગને છુટછાટ આપતાં પુનઃ ખાણી પીણીનું બજાર જામી રહ્યું છે. આણંદ ફૂડ અેન્ડ ડ્રગ્સ વિભાગમાં હોટલ અને ખાણીપીણી દુકાન માટે લાયસન્સ મેળવવા માટે બે માસમાં 60 અરજી આવી છે તે બતાવે છે કે ખાણીપીણીનો વ્યવસાય પુન: પાટા પર આવી રહ્યો છે.

આણંદ - વિદ્યાનગરમાં માર્ચ 2020 બાદ બજારો બંધ રહેતા ઓકટોબર સુધીમાં વિદ્યાનગરમાં 30થી વધુ હોટલો અને ખાણીપીણી લારીઓ બંધ થઇ ગઇ હતી. તેવી રીતે આણંદ શહેર સહિત જિલ્લામાં નાનીમોટી હોટલો, રેસ્ટોરન્ટ , લારીઓ સહિત 450 વધુ ધંધા બંધ થઇ ગયા હતા. જેના કારણે કેટલાય પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા. જો કે હાલમાં સરકારે કોરોના ઘટતા કોવિડના નિયમો હળવા કરીને છુટછાટ આપતા ખાણીપીણી બજારોમાં નવચેતના આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...