કોરોના:આણંદ શહેરમાં શનિવારે એક જ દિવસે કોરોનાના વધુ 6 કેસ

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ જિલ્લામાં છેલ્લા 9 દિવસમાં 35 વધુ કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. શનિવારે વધુ 6 નવા પોઝિટીવ કેસ નોંધાયા છે. આણંદ તાલુકામાં 6 કેસનોંધાયા છે. ભેજનું પ્રમાણ વધતાં કોરોના સંક્રમણ વધવાની સંભાવના છે. આણંદ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમો તેમજ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા ઘેર ઘેર સર્વેની કામગીરી હાથધરવામાં આવી છે. શંકાસ્પદ જણાતા ં દર્દીઓના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે. તેમજ શરદી,ખાસીના લક્ષણ ધરાવતા લોકોને દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

હાલમાં 26 એક્ટીવ દર્દીમાંથી 2 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે.જયારે બાકીના 24 દર્દીઓ હોમહાઇસોલેશન હેઠળ સારવાર લઇ રહ્યાં છે. આણંદ જિલ્લામાં પોણા ત્રણ વર્ષમાં 15585 કોરોના કેસ નોંધાયા છે. જેમાંથી 15504 દર્દીઓ સ્વસ્થ થયા છે. જયારે કોરોનામાં 53 દર્દીઓના મોત થયા હોવાનું સરકારી ચોપડે બોલે છે. જયારે આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા માટે ગામેગામ સર્વેની કામગીરી હાથ ધરી છે. કેટલાંક કેન્દ્રો પર રસીકરણની કામગીરી ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...