તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આણંદ જિલ્લાનાં ઉમરેઠ તાલુકાનાં શીલી ગામ નજીક મોટર સાયકલ અને રીક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં છ જણાને ઈજાઓ પહોંચી હતી જેઓને 108ની ત્રણ એમ્બ્યુલન્સમાં ત્વરીત સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. શીલી ગામ નજીક આજે સાંજનાં સુમારે પુરપાટ ઝડપે જઈ રહેલી રીક્ષા અને મોટર સાયકલ સામ સામે અથડાતા સીએનજી રીક્ષા પલ્ટી ખાઈ જતા રીક્ષામાં બેઠેલા મુસાફરોને ઈજાઓ પહોંચી હતી તેમજ બાઈક ચાલકને પણ ઈજાઓ પહોંચી હતી આ ધટનાને લઈને આસપાસનાં લોકો દોડી આવ્યા હતા,
ધાયલોમાં કૈલાસબેન નીલેશભાઈ પરમાર ઉ.વ.30 રહે. ખંભોળજ, અનીતાબેન કમલેશભાઈ ડાભી ઉ.વ.32 રહે. ખંભોળજ, સુમનબેન ગીરીશભાઈ પરમાર ઉ.વ.20 રહે. ખંભોળજ, અજીતભાઈ નરસિંહભાઈ મકવાણા ઉ.વ.30 રહે. કુંજરાવ, ભગવાનભાઈ અને અશોકભાઈ સહીત છ ધાયલ થયા હતા સ્થાનિકોએ 108ને જાણ કરતા ઓડ, ઉમરેઠ અને સાવલીની 108ની ત્રણ એમ્બ્યુલન્સો તાત્કાલીક ધટના સ્થળે દોડી ગઈ હતી અને 108ની ટીમોએ ધાયલ 6 દર્દીઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે હોસ્પીટલમાં ખસેડયા હતા,જયાથી વધુ સારવાર માટે નડીયાદની સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. ખંભોળજ પોલીસે ધટના સ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.