વિદેશમાં નોકરીનો મોહ ભારે પડી શકે છે. આ અંગે લોકોને સાવધાન કરતો કિસ્સો તાજેતરમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં દુબઇ અને શારજાહમાં એક મહિલા સહિત 6 ગુજરાતીઓ ફસાયા છે. લેભાગુ એજન્ટોએ તેમને નોકરીની લાલચ આપી લાખો રૂપિયા પડાવીને વિદેશ મોકલ્યા અને ત્યાં રઝળતા મૂકી દીધા છે.
આ લોકોએ સરકારની મદદ માગી છે. સોશિયલ મીડિયામાં ફરતા વીડિયોમાં ફસાયેલા યુવક પૈકીનો એકે મદદ માટે આજીજી કરતા આ મામલાનો ખુલાસો થયો છે. યુવકના જણાવ્યા મુજબ ખંભાત અને પેટલાદના એજન્ટોએ તેમને દુબઇ મોકલ્યા હતા અને હવે હાથ અદ્ધર કરી દીધા છે. દુબઈમાં ફસાયેલ યુવક તેમજ યુવતીએ ભારત સરકાર પાસે મદદની અપીલ કરી છે.
યુવકે વીડિયો દ્વારા આપવીતી જણાવી છે. યુવકે કહ્યુ કે.... સચીન પટેલ, પરેશ પટેલ, સાધના પરેશ પટેલ નામના એજન્ટોએ ઈન્ડિયામાં કોન્ટેક્ટ કરીને અમને યુએઈ બોલાવ્યા હતા. અહી આવ્યા બાદ મારો પાસપોર્ટ લઈ લીધો. હાલ સ્થિતિ એવી છે કે, અમે ક્યારેક ગાર્ડનમાં સૂઈ જઈએ છીએ. યુએઈ સરકાર હેલ્પ કરે તેવી મારી ઈચ્છા છે. પ્લીઝ, હેલ્પ મી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.