કરાર:આણંદ જિલ્લા પંચા.ના 6 નાયબ હિસાબનીશને કાયમી કરવા માગ

આણંદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટનો ચૂકાદો ટાંકી DDOને રજૂઆત

આણંદ જિલ્લા પંચાયતના આઇઆરડી શાખાની જુદી જુદી તાલુકા પંચાયતોમાં સીધી ભરતીથી નિયુક્ત કરાયેલા નાયબ હિસાબનીશ કુલ છ કર્મચારીઓને ફરજ ઉપર કાયમી કરવાની માંગ કરી છે. આણંદ જિલ્લા પંચાયત હેઠળની આઈઆરડી શાખામાં 11 માસના કરાર આધારિત 6 કર્મચારીઓને આઈઆરડીમાં હિસાબનીશ તરીકે વર્ષ 2017માં અગિયાર માસના કરાર આધારે કર્મચારી તરીકે ફરજ ઉપર નિમણૂંક અપાઈ હતી. જેમાં નીતીકાબેન બી.રાણા આંકલાવ, અમીબેન વી. વાળા આણંદ, રિતેશ એ. રાણા તારાપુર, મમતા એસ. પરમાર બોરસદ, જ્હોનસીના એન. ગોહિલ પેટલાદ અને માજીદા એસ. મનસુરી ખંભાતનાઓને અગિયાર માસના કરારની ફરજ બાદ ફરજ મોકૂફ કરી દેવાયા હતા.

આ અંગે આ કર્મચારીઓએ આઇઆરડી શાખાના હાઇકોર્ટના આદેશના અનુસંધાને હાઇકોર્ટના તા.14.8.2017ના ચુકાદાના આધારે નાયબ હિસાબનીશ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને ફરજ ઉપરથી મોકૂફના કરવા અંગે રજૂઆત કરી હતી અને આ ચુકાદો અગાઉ અપાયેલ હોઈ કર્મચારી હિતને ધ્યાને લઈ યોગ્ય અને ઘટતી કાર્યવાહી કરવા તમામ તાલુકાની જિલ્લા ગૃહ વિકાસ એજન્સીને સૂચિત કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ અંગે પંચાયત સંલગ્ન વિભાગને રજૂઆત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...