હાલાકી:પાંચ સ્થળોએ તંત્ર દ્વારા 6 બાળ લગ્નો અટકાવાયાં

આણંદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આયોજકો સામે ગુનો નોંધાયો

લોકડાઉન દરમિયાન કેટલાક સમાજમાં ચોરી છુપીથી બાળ લગ્ન થતાં હોવાની માહિતી મળતાં જ બાળલગ્ન પ્રતિબંધક અધિકારી એસ.એમ.વહોરા દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી. જયાં એક બાળલગ્ન થઇ રહ્યાનું જણાતા સમૂહ લગ્નના આયોજક સામે તેઓએ સોજીત્રા પોલીસ મથકમાં બાળલગ્ન પ્રતિબંધક ધારા અન્વયે ફરિયાદ આપતા ગુનો દાખલ થયો હતો. આ ઉપરાંત જીટોડિયામાં 2, આણંદમાં 1, કણઝટ, આંકલાવ અને વઘાસીમાં 1-1 બાળલગ્નો અટકાવવામાં તંત્ર સફળ રહ્યું હતું.

જિલ્લામાં બાળલગ્નના વધતા જતા પ્રમાણને ચિંતાજનક બાબત ગણાવતા બાળલગ્ન પ્રતિબંધક અધિકારીએ જણાવ્યું હતું કે,18 વર્ષની નાની યુવતિ અને 21 વર્ષથી નાની ઉંમરના યુવકના લગ્ન કરાવનાર, તેમાં મદદગારી કરનાર બાળકોના માતાપિતા, ગોર મહારાજ, મંડપ ડેકોરેશન, જાનૈયા સહિત બાળલગ્નમાં ભાગ લેનાર તમામ વિરુદ્વ ગૂનો નોંધવામાં આવે છે. જેમાં 2 વર્ષ સુધીની જેલ અને 1 લાખ સુધીના દંડની જોગવાઇ છે. 

અન્ય સમાચારો પણ છે...