વિદેશી દારૂ કબજે:આણંદ જિલ્લામાં 3 સ્થળેથી વિદેશી દારૂ સાથે 6 ઝડપાયા

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ શહેરની ગણેશ ચોકડી પાસે આવેલી રેલ્વે ફાટક પાસે રાજેશ હરીશ વસાવા વિદેશી દારૂનું વેચાણ કરતા હોવાની અને નજીકમાં આવેલા ઘાસના ધુંગામાં દારૂ છુપાવી રાખી હોવાની બાતમી આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળતા દરોડો પાડ્યો હતો. જેમાં શખસ રૂપિયા બે હજારની કિંમતના 20 નંગ દારૂના કવાર્ટર સાથે મ‌ળી આવ્યો હતો.

પોલીસ પૂછપરછમાં દારૂનો જથ્થો આપનારા દિનેશ વરસીંગ માવી તથા હરીશ વસાવા વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. એ જ રીતે બીજી તરફ બડાપુરા ગામે કેશવનગર વિસ્તારમાં રાયણ ફળિયામાં રહેતો મનુ છોટા તળપદાને રૂપિયા એક હજારની કિંમતના વિદેશી દારૂના દસ નંગ ક્વાર્ટર સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે ત્રીજા બનાવમાં ભાણપુરા રોડ પરથી ત્રણ શખ્સો સુરેશ ભઈલાલ માળી, મેહુલ રાજુ તળપદા અને લક્ષ્મણ કનુ માળીને રૂપિયા ત્રણ હજારની કિંમતના 150 લીટર દેશી દારૂ અને મોપેડ મળી 33 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...