તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોતને હાથતાળી:આણંદના વહેરા ખાડીથી મહિસાગરની પરિક્રમાએ નીકળેલા 55 યાત્રિકો દરિયામાં ઓટ આવતાં 90 મિનિટ સુધી ફસાઈ ગયા

આણંદ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
દરિયામાં પાણી ઓછુ હોવાથી બોટ ફસાઇ જતાં જીવ જોખમમાં મુકાયા. - Divya Bhaskar
દરિયામાં પાણી ઓછુ હોવાથી બોટ ફસાઇ જતાં જીવ જોખમમાં મુકાયા.
 • આણંદના વહેરા ખાડીથી પરિક્રમા કરવા નીકળેલા યાત્રીકો જંબુસરના કાવી કંબોઈથી બોટ મારફત ધુવારણ આવતા હતા

આણંદ જિલ્લાનાં વહેરા ખાડીથી ગામથી 55 જેટલા યાત્રાળુઓ મહીસાગર નદીની પરિક્રમાં કરવા નીકળ્યા હતા અને તેઓ આજે વહેલી સવારે જંબુસર તાલુકાના કાવી કંબોઇ થી દરિયાઈ માર્ગે બોટ દ્વારા ધુવારણ આવવા નીકળ્યા હતા તે દરમિયાન એકાએક દરિયાના બેટમાં પાણી ઓછુ હોવાથી બોટ ફસાઈ જવાના કારણે તમામ 55 યાત્રીઓ મધ્ય દરીએ ફસાઈ જવા પામ્યા હતા અને યાત્રાળુઓમાં ગભરાટ સાથે ચિંતા પ્રસરી જવા પામી હતી.

યાત્રાળુઓને બચાવવા રેસ્ક્યૂ ઓપરેશન કર્યું
યાત્રાળુઓ દ્વારા ભગવાનને પ્રાથના અને ભજન કિર્તન શરુ કરી દીધા હતા, સતત દોઠ કલાક સુધી પ્રાર્થના કરી રહ્યાં હતા. ત્યારે સમગ્ર ઘટનાની જાણ ધુવારણ ગામના ગ્રામજનો ને થતા ગ્રામજનો દ્વારા તુરંત તમામ યાત્રાળઓને બચાવી લેવા માટે રેસ્ક્યુ ઓપરશન હાથ ધરવામાં આવ્યું હતું અને યાંત્રિક બોટ દોડાવીને મધદરિયે ફસાયેલી બોટમાંથી ૫૫ જેટલા યાત્રાળુઓને બહાર કાઢીને તમામ લોકોને બચાવીને દરિયાની બહાર સુરક્ષીત રીતે લાવવામાં સફળતા મળી હતી.

ઘટનાની જાણ થતા ખંભાત ગ્રામ્ય પોલીસ પણ ધટના સ્થળે દોડી આવી હતી અને રેસ્કયુ ઓપરેશનમાં જાેડાઈ હતી,અને તમામ યાત્રાળુઓને બચાવીને સલામત રીતે ધુવારણનાં દરિયા કાંઠે લાવવામાં આવતા ગ્રામજનોએ યાત્રાળુઓનું સ્વાગત કર્યું હતું. ધટનાની જાણ થતા ખંભાતનાં તાલુકા વિકાસ અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા,અને તેઓએ દરિયામાં ફસાયેલા યાત્રાળુઓ પાસેથી માહીતી મેળવી હતી.

દરિયામાં બેટ પાસે પાણી ઓછુ હોવાથી ઘટના બની હતી
રેસ્ક્યુ ઓપરેશન કરનાર ધુવારણનાં ગોવિંદભાઈએ જણાવ્યું હતું કે કાવી કંબોઈથી 55 યાત્રાળુઓને લઈને ધુવારણ આવવા નિકળેલી બોટ દરિયામાં બેટ પાસે પાણી ઓછુ હોવાનાં કારણે ફસાઈ ગયા હોવાની માહિતી મળતા તેઓ દ્વારા તાત્કાલીક રેસ્કયુ ઓપરેશન કરી યાંત્રીક બોટ લઈ ધટના સ્થળે જઈ ફસાયેલા યાત્રાળુઓને બચાવી લેવામાં આવ્યા હતા અને તેઓને સુરક્ષીત રીતે ધુવારણ લાવવામાં આવ્યા હતા અને અહીયાંથી તેઓ ફરી પોતાની પરિક્રમાં આગળ વધારી હતી.

પરિક્રમાવાસીઓના રેસ્ક્યુ માટે ટીમ આવી.
પરિક્રમાવાસીઓના રેસ્ક્યુ માટે ટીમ આવી.

દરિયામાં પાણી ઓછુ હોવાથી બોટ ફસાઇ જતાં જીવ જોખમમાં મુકાયા
આ અંગે યાત્રાળું લક્ષ્મણભાઈએ જણાવ્યું હતું કે તેઓ મહિસાગર નદીની પરિક્રમા માટે નિકળ્યા હતા અને કાવી કંબોઈથી બોટમાં બેસી ધુવારણ આવી રહ્યા હતા ત્યારે દરિયામાં તેઓની બોટ ફસાઈ જતા તેઓનાં જીવ જોખમમાં મુકાયા હતા અને યાત્રાળુઓમાં ગભરાટ પ્રસરી ગયો હતો પરંતુ ધુવારણનાં સ્થાનિક લોકોએ રેસ્કયુ કરી તેઓને સુરક્ષીત રીતે ફસાયેલી બોટમાંથી અન્ય યાંત્રિક બોટમાં ધુવારણ લાવી જીવ બચાવ્યો હતો તે બદલ તેઓએ આભાર વ્યકત કર્યો હતો.

મહિસાગરની પરિક્રમા છેલ્લા 13 વર્ષથી ચાલે છે
આણંદ તાલુકાના વહેરાખાડી ગામે હનુમંત આશ્રમ આવેલો છે. આશ્રમના ગાદી પતિ ગંગેશ્વરદાસજી મહારાજની નિશ્રામાં છેલ્લા 13 વર્ષથી વહેરાખાડીથી કાવીકંબોઈ ધુવારણ કહાન્વાડી નદી તટથી વહેરાખાડી પરત 100 કિ.મી મહિસાગરનદીની પરિક્રમા યાત્રા યોજવામાં આવે છે. વહેરાખાડી આશ્રમથી પાંચ દિવસ અગાઉ મહિસાગરની પરિક્રમા અર્થે 55 યાત્રિકો નીકળ્યાં હતાં.

જેઓ કાવીકંબોઈ પહોંચ્યા હતાં અને ત્યાંથી રવિવારે ધુવારણ પાસે દરિયો ઓળંગવા માટે બોટમાં બેઠા હતાં. પરંતુ દરિયામાં ઓટ આવતા પાણીનું સ્તર ઓછું થઈ જતાં બોટ મધદરિયે ફસાઈ ગઈ હતી. જો કે સ્થાનિકોએ મહામહેનતે 55 યાત્રિકોને બચાવી લીધા હતાં.

વહેરા ખાડી ગામના આગેવાન રાજેશભાઈ ચૌહાણ પણ મહિસાગરની પરિક્રમા માટે ચાર થી પાંચ ગયાં હતાં. તેઓએ જણાવ્યું હતું કે, આ વખતે પણ હનુમંત આશ્રમમાંથી મહિસાગરની પરિક્રમાની યાત્રા માટે વહેરા ખાડી અને માલવણ અને પંચમહાલ જિલ્લાના 55 પદયાત્રીઆે નીકળ્યાં હતાં. મહારાજશ્રીની આજ્ઞાથી 2008 થી મહિસાગરની 100 કિ.મીની પરિક્રમા યાત્રાનો પ્રારંભ થયો હતો. અને છેલ્લા 13 વર્ષથી આ યાત્રા નીકળે છે. જેમાં લોકો જોડાય છે. વહેરાખાડી ખાતે મહિસાગર નદીમાં મહી અને સાગરની ચોરી આવી છે. આજથી અઢી દાયકા પહેલા ગંગેશ્વર દાસજી મહારાજે આ સ્થળની અગત્યતા સમજીને ત્યાંજ પડાવ નાખ્યો હતો. અને ત્યાં ટૂંકાગાળામાંજ આશ્રમ ઉભો કરી સ્થાનિક લોકોને મહિસાગર નદીનો મહિમા સમજાવવાની સાથે વિવિધ દેવ દેવતાઓની મૂર્તિઓ પ્રસ્થાપિત કરીને વહેરા ખાડીની આગવી ઓળખ ઉભી કરી હતી. તેઓએ મહિસાગર નદીની પરિક્રમાનો પ્રારંભ કરાવ્યો હતો.ત્યારથી દર વર્ષે પરિક્રમા યોજાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો