તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એનાલિસિસ:આણંદમાં ધોરણ 9 અને 11માં બીજા દિવસે પણ 55 ટકા હાજરી

આણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ધો. 10-12માં પણ 70 ટકા વિદ્યાર્થીઓ સ્કુલમાં આવે છે

પહેલી ફેબ્રુઆરીથી ધોરણ 9 અને ધોરણ 11ની સ્કુલો સમગ્ર રાજ્યમાં શરૂ કરી દેવામાં આવી છે ત્યારે આણંદ જિલ્લામાં સ્કુલમાં છાત્રોની સંખ્યાને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. પ્રથમ દિવસે 55 ટકા વિદ્યાર્થી હાજર રહ્યા બાદ બીજા દિવસે પણ 55 ટકા વિદ્યાર્થીઓ શાળામાં હાજર રહ્યા હતા. એ જ રીતે બીજી તરફ ધોરણ 10 અને ધોરણ 12માં પણ 70 ટકા વિદ્યાર્થીઓ સ્કુલમાં આવી રહ્યા હોવાનું આણંદ જિલ્લા શિક્ષણ વિભાગના સત્તાવાર સૂત્રોએ જણાવવામાં આવ્યુ હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ગત માર્ચ માસથી કોરોના સંક્રમણને લઈને શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. બાદમાં પ્રથમ ધોરણ 10 અને ધોરણ 12ની શાળાઓ શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ ધોરણ 9 અને ધોરણ 11ની શાળાઓનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આણંદ જિલ્લામાં આવેલી 15 સરકારી, 225 ગ્રાન્ટ ઈન એઈડ અને 119 ખાનગી શાળાઓ મળી કુલ 359 શાળાઓ આવેલી છે. જેમાં ધોરણ 9ના 14120 નોંધાયેલા વિદ્યાર્થી પૈકી 7306 વિદ્યાર્થી હાજર રહ્યા હતા.

જ્યારે ધોરણ 11ના કુલ 5514 નોંધાયેલા વિદ્યાર્થી પૈકી 3458 વિદ્યાર્થી હાજર રહ્યા હતા. એ જ રીતે ગત 11મી જાન્યુઆરીથી શરૂ કરાયેલા ધોરણ 10 અને ધોરણ 12 માં અનુક્રમે 34601 વિદ્યાર્થી પૈકી 24395 વિદ્યાર્થી અને 13407 વિદ્યાર્થી પૈકી 9264 વિદ્યાર્થી શાળામાં હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો