વાવેતર:આણંદ જિલ્લામાં ટેકાના ભાવે 549 ખેડૂતોએજ ડાંગર વેચી

આણંદ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 2696 ખેડૂતોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું

આણંદ જિલ્લામાં સરકાર દ્વારા ટેકાના ભાવે ડાંગરની ખરીદી શરૂ થયે 20 દિવસ થયા છે. ચાલુવર્ષે ટેકાભાવે ડાંગર વેચવા માટે જિલ્લામાંથી 2696 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમાંથી માત્ર 549 ખેડૂતોએ 2079.35 મેટ્રીક ટન ડાંગરનું વેચાણ કર્યું છે. આમ નોંધવી કરવાના ખેડૂતોમાંથી માત્ર 25 ટકા ખેડૂતોએ ટેકાના ભાવે ડાંગર અત્યાર સુધી વેચી છે. આમ 1.34 કરોડની ડાંગર ખરીદી ટેકાના ભાવે થઇ છે.

આણંદ જિલ્લામાં 72 હજારથી વધુ ખેડૂતો દ્વારા 1.21 લાખ હેકટરમાં ડાંગર અને 3 હજાર ખેડૂતો દ્વારા 5 હજાર હેકટરમાં બાજરીનું વાવેતર કરવામાં આવ્યું હતું. પરંતુ જિલ્લામાંથી માત્ર 2696 ખેડૂતોએ ટેકાભાવે ડાંગરવેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અત્યાર સુધીમાં માત્ર 549 ખેડૂતો 2079.35 મેટ્રીક ટન કિંમત રૂા 1.34 કરોડની ખરીદી સરકાર દ્વારા કરવામાં આવી છે.

જયારે 34 ખેડૂતોએ ટેકા ભાવે 60.70 મેટ્રીક ટન બાજરી ટેકા ભાવે વેચી છે. ખાસ કરીને ખંભાત અને તારાપુરના ખેડૂતો દ્વારા ટેકાભાવે ડાંગરનું વેચાણ કર્યું હોવાનું જણવા મળ્યું છે આણંદ જિલ્લના ખેડૂતોને સરકારી ગોડાઉનમાં માલ વેચાણમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોવાથી તેઓ બજારમાં ઓછા ભાવે માલવેચીને રોકડી કરી લેતા હોય છે. ટેકા ભાવે ડાંગર ખરીદવા માટે સરકારના નિમયો અટપટા છે જેથી ખેડૂતોને રસ નથી.

અન્ય સમાચારો પણ છે...