જળ સંકટ:પરિએજ-કનેવાલ તળાવમાં છોડાતાં 500 ક્યુસેક પાણીમાં કાપ મુકાયો

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1200ને બદલે માત્ર 700 કયુસેક પાણી છોડવામાં આવશે : જળ સંકટ સર્જાશે

ખંભાતના ભાલપંથકમાં પીવાના પાણીની બુમો ઉઠવા પામી હતી.ત્યારે વણાકબોરી ડેમમાંથી કનેવાલ અને પરિએજ તળાવ માટે 1200 કયુસેક પાણી તંત્ર દ્વારા છોડવામાં આવ્યું હતું. પરંતુ હાલમાં ગરમી વધુ પડતી હોવાથી વણાકબોરી ડેમમાં દિન પ્રતિદિન પાણી તળિયા ઝાટક થઇ રહ્યાં હોવાથી સિંચાઈ વિભાગ દ્વારા આજે પરિએજ અને કનેવાલ તળાવમાં 500 કયુકેસ પાણી ઓછુ છોડવાનો નિર્ણય લીધો છે.હવે માત્ર 700 કયુસેક પાણી છોડવામા આવશે.

પ્રાપ્ત માહિતી મુજબ પાણી પુરવઠા યોજના હેઠળ કનેવાલ તળાવમાંથી ખંભાત તાલુકાના 54 ગામડાઓમાં અને ભાલ પંથકના20 ગામોને પાણી પુરૂ પાડવામાં આવે છે. કનેલાવ અને પરિએજ તળાવ લેવલ ઘટી રહ્યું.ત્યારે વણાકબોરી ડેમમાંથી સૌરાષ્ટ્ર અને ભાલપંથકના 110 ગામડાઓ માટે પાણી છોડવામાં આવતું હતું.તે માટે વણાકબોરી ડેમમાંથી છેલ્લા 15 દિવસથી 1200 કયુસેક પાણી દૈનિક કેનાલ દ્વારા બંને તળાવમાં આપવામાં આવતું હતું.

પરંતુ કડાણા ડેમમાંથી વણાકબોરી ડેમમાં આવતાં પાણીની આવક ઘટી જતાં હાલ વણાકબોરી ડેમ 215 ફુટ પાણી લેવલ થઇ જતાં આગામી દિવસો પાણીની સમસ્યા ન સર્જાય તે માટે કેટલોક પાણી જથ્થો સંગ્રહીત રાખવામાં આવનાર છે. તેથી વણાકબોરી ડેમમાંથી દૈનિક 1200 કયુસેક પાણી કનેવાલ અને પરિએજ તળાવ છોડવામાં આવતું હતું.તેમાં ઘટાડો કરીને આજથી માત્ર 700 કયુસેક પાણી આપવાના નિર્ણય લેવાયો છે. આમ 500 કયુસેક પાણી ઘટાડો કરવામાં આવ્યો છે. જેના કારણે ખંભાત તાલુકાના ગામોમાં આગામી સપ્તાહમાં પીવાના પાણી કાપ મુકવો પડે તેવો વખત આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...