મેધમહેર:આણંદ જિલ્લામાં વરસાદના પગલે ચોમાસુ પાકના વાવેતરમાં 50 ટકાનો વધારો, આગામી ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોજીત્રામાં 141 મીમી, આણંદ 92 મીમી, ખંભાત 88 મીમી, પેટલાદ 81 મીમી વરસાદ નોંધાયો
  • વરસાદથી​​​​​​​ ખેડૂતોમાં​​​​​​​ ખૂશી, શહેરી વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી
  • ​​​​​​​ઉમરેઠ અને આંકલાવ તાલુકામાં સૌથી ઓછો વરસાદ હોવાથી ડાંગર અને બાજરીની રોપણી ઓછી થવા પામી છે

આણંદ શહેર અને જિલ્લામાં રવિવારના સાંજથી વરસાદની હેલી જોવા મળી હતી.સોમવારે જિલ્લામાં દિવસ દરમિયાન છુંટાછવાયાવરસાદી ઝાપટાંનો દોર ચાલુ રહ્યો હતો સતત ચાર દિવસથી વરસાદ વરસ્યી રહ્યો હોવાતી ધરતીપુત્રોમાં ખુશી વ્યાપી ગઇ હતી. હાલ ગામે ગામે ડાંગર, બાજરી, કપાસ અને કઠોળના પાકના વાવેતરનું કામ પુરૂ જોશમાં ચાલી રહ્યું છે. ગત સપ્તાહ સુધી જિલ્લામાં ચોમાસુ પાકનું વાવેતર 9902 હેકટરમાં થયું હતું. સારા વરસાદના પગલે એક સપ્તાહમાં 22887 હેકટરમાં ચોમાસુ પાકનું વાવેતર થયું છે.

જોકે, અનેક વિસ્તારમાં પાણી ભરાતા શહેરીજનોને હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો. આણંદ જિલ્લામાં સોમવાર સવારે પુરા થતાં 24 કલાક દરમિયાન સૌથી વધુ સોજિત્રામાં સાડાપાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે સૌથી ઓછો આંકલાવમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતોરવિવારના રોજ બપોર સુધી વાદળછાયા વાતાવરણ રહ્યા બાદ ધીમે ધીમે વરસાદ શરૂ થયો હતો. જે બીજા દિવસ સવાર સુધી સામાન્યથી લઇ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે શહેરી વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ હતી.

તો ક્યાંક રસ્તા પણ ધોવાઇ ગયાં હતાં તેમજ ઉબડ ખાબડ રસ્તાના કારણે લોકો ફસડાઇ પડ્યાં હતાં. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં પણ નિચાણવાળા વિસ્તારમાં ગોઠણસમાં પાણી ભરાયાં હતાં. ક્યાંક માર્ગો ઉપર વાહનો ફસડાઈ જવાના બનાવો પણ બન્યા હતા. મહત્વનું છે કે, આ વરસાદથી ખેતીને ફાયદો હોવાથી ખેડૂતો એકંદરે ખુશ દેખાતાં હતાં. આણંદ જિલ્લામાં સોમવાર સવારે પુરા થતાં 24 કલાક દરમિયાન સૌથી વધુ સોજિત્રામાં પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે સૌથી ઓછો આંકલાવમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો.

જિલ્લામાં છેલ્લા 10 દિવસમાં થયેલ પાકનું વાવેતર


તાલુકો

1 જુલાઇ સુધી થયેલ વાવેતર

10 જુલાઇ સુધી થયેલ વાવેતર

ડાંગરબાજરીકુલ વાવેતરડાંગરબાજરીકુલ વાવેતર
આણંદ11392680846714253
આંકલાવ0014533742152
બોરસદ435031103860817120
ખંભાત098412232207824
પેટલાદ079545902291898
સોજીત્રા3401813735213903
તારાપુર0108413554387
ઉમરેઠ11001028113002350
કુલ69212499021056566722887

​​​

​​​​​​​કયાં તાલુકામાં કેટલો મોસમનો વરસાદ પડ્યો

તાલુકો24 કલાકકુલ વરસાદ
આણંદ092 MM364 MM
ઉમરેઠ028 MM128 MM
આંકલાવ027 MM179 MM
બોરસદ048 MM456 MM
પેટલાદ081 MM303 MM
સોજિત્રા141 MM339 MM
ખંભાત088 MM235 MM
તારાપુર099 MM219 MM
અન્ય સમાચારો પણ છે...