આણંદ ખેડા જિલ્લાની 13 બેઠકો પર કુલ 271 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાં શુક્રવારે ફોર્મ ચકાસણી દરમિયાન 50 ઉમેદવારી પત્રો રદ થયાછે. જેમાં મોટાભાગના ફોર્મ દરખાસ્ત કરનારની વિગતોમાં વિસંગતતા હોય તેઓનું ફોર્મ રદ કરવામાં આવ્યાં છે. જયારે કેટલાંક દરખાસ્ત કરનારના પુરતાપુરાવા ન હોવાને કારણે રદ થયા છે.
આણંદ જિલ્લાની કુલ 7 બેઠકો પર 154 ઉમેદવારી પત્રો ભરાયા હતા.જેમાં 24 ઉમેદવારના 32 ઉમેદવારી પત્રો રદ થયાછે. જેમાં સૌથી વધુ સોજીત્રા બેઠક પર 6 ઉમેદવારના 8 ઉમેદવારી પત્ર રદ થયા છે. બોરસદમાં 5,આંકલાવમાં 7 આણંદમાં 4 પેટલાદમાં 4 અને ઉમરેઠમાં 4 ફોર્મ રદ થયા છે.
ખેડા જિલ્લાની 6 બેઠકો પર કુલ 117 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જે બાદ શુક્રવારે ઉમેદવારી પત્રો ચકાસણીનો દિવસ હોઈ દિવસના અંતે વૈકલ્પિક ઉમેદવારી કરનારા 18 ઉમેદવારોના પત્રો રદ થયા હતા. જિલ્લામાં ભાજપ, કોંગ્રેસ અને આપના તમામ ઉમેદવારોએ પોતાની સાથે અન્ય વૈકલ્પિક ઉમેદવારોની ઉમેદવારી નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.