નોકરીની લોટરી:આણંદમાં આયોજિત રોજગાર ભરતી મેળામાં હાજર ઉમેદવારોમાંથી 50%ને રોજગારી અપાઈ

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા જુલાઇમાં 6 ભરતી મેળા યોજવામાં આવશે

સમગ્ર દેશમાં રોજગાર કચેરીઓ દ્વારા રોજગારી પૂરી પાડવામાં પણ ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમાંકે રહેલ છે. આણંદ જિલ્લામાં રોજગાર કચેરી આણંદ દ્વારા તાજેતરમાં તા. 6 અને 8ના રોજ આણંદ અને બાકરોલ ખાતે 2 રોજગાર ભરતી મેળા યોજાઇ ગયા.

આ ભરતી મેળા અંગેની વિગતો આપતાં જિલ્લા રોજગાર અધિકારી ડી. કે. ભટ્ટે જણાવ્યું હતું કે, રોજગાર કચેરી દ્વારા કુલ 151 ખાલી જગ્યાઓ નોટીફાઇડ કરવામાં આવી હતી જેમાં આ બંને ભરતી મેળામાં 285 ઉમેદવારો હાજર રહ્યાં હતાં. આ હાજર રહેલ ઉમેદવારોના 21 નોકરીદાતાઓ દ્વારા સ્થળ ઉપર જ ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતાં જેમાંથી 145 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.

તેમણે વધુમાં જિલ્લા રોજગાર કચેરી દ્વારા ચાલુ જુલાઇ માસ દરમિયાન તા. 13મીના રોજ વલ્લભવિદ્યાનગર ખાતે, તા. 15 મીના રોજ ખંભાત ખાતે, તા.20મીના રોજ ઉમરેઠ ખાતે તા. 22 અને 29મીના રોજ આણંદ ખાતે જયારે તા. 27 મીના રોજ વલ્લભવિદ્યાનગર ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હોવાની જાણકારી આપી હતી.

આ ભરતી મેળા દરમિયાન ભરતી મેળામાં હાજર રહેલ જિલ્લાના રોજગાર ઇચ્છુક ઉમેદવારોને રોજગાર સેવા સેતુ હેલ્પ લાઇન નંબર6357390390 ચાલુ કરવામાં આવ્યો છે જેનો ઉપયોગ કરવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા રોજગાર ઇચ્છુક ઉમેદવારો અને નોકરીદાતાઓને એક જ પ્લેટફોર્મ પર લાવવા અને નોકરીદાતાઓને સરળતાથી યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો મળી રહે તે માટે અનુબંધમ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આ અનુબંધમ પોર્ટલ ઉપર ઉમેદવારો અને નોકરીદાતાઓને રજિસ્ટ્રેશન કરાવવા અંગેની પણ જાણકારી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...