તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વધુ એક રેમડેસિવિર કૌભાંડ:રેમડેસિવિરના પાવડરમાં ગ્લુકોઝનું પાણી ભેળવી નકલી ઈન્જેક્શન વેચતો નડિયાદ સિવિલનો વોર્ડબોય ઝડપાયો

આણંદ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
આરોપી યુવક સાથે પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલની તસવીર - Divya Bhaskar
આરોપી યુવક સાથે પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલની તસવીર
 • પોલીસની સ્પેશિયલ ટીમે ઇન્જેકશનની ખાલી શીશી, ગ્લુકોઝ બોટલ સહિત 1.63 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
 • આણંદ SOGએ ડુપ્લીકેટ ઈન્જેક્શન વેચનાર ઉમરેઠના જગદીશ પરમારને 1.26 લાખ રોકડા સાથે ઝડપી પાડ્યો
 • મહામારીના સમયમાં લોકોની લાચારીનો લાભ લેવા ઉમરેઠનો જગદીશ પરમાર 3 થી 10 હજારમાં ઈન્જેક્શન વેચતો
 • ડુપ્લીકેટ રેમડેસિવિર સાથે 3 દિવસમાં આણંદમાંથી ચાર શખ્સો ઝડપાયા

આણંદ જિલ્લામાં ડુપ્લીકેટ રેમડેસિવિર કૌભાંડ અટકવાનું નામ લેતું નથી. આણંદ પંથકમાં મોટાપાયે ડુપ્લીકેટ રેમડેસિવિર વેપેલો ચાલતો હોવાનું ધીમે ધીમે બહાર આવ્યું હતું. આણંદ જતીન પટેલ, નઇમબાનુ વ્હોરા સહિત ચાર શખ્સોને વડોદારા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા હતા.ત્યાર આણંદ શહેર સહિત જિલ્લાની પોલીસ સક્રિય બની છે.જેના પગલે આણંદ શહેર પોલીસે ત્રણ દિવસમાં ચાર શખ્સોને ડુપ્લીકેટ રેમેડસિવિર વેચાતા ઝડપી પાડયા હતા. સોમવારે આણંદ SOGઅે નવા બસ સ્ટેશન પાસે ડુપ્લીકેટ રેમડેસિવિર વેચવા માટે આવેલા ઉમરેઠ યુવકને ઝડપી પાડયો હતો.તેની પાસેથી 2 ડુપ્લીકેટ રેમડેસિવિર અને રોકડા રૂા 1.26 લાખ સાથે ઝડપી પાડયો હતો.પોલીસે ડીઝાસ્ટર મેનેજમેન્ટઅનઔષધ પ્રસાધનોની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

આરોપી નડિયાદ સિવિલમાં કામ કરતો હતો
આરોપી નડિયાદ સિવિલમાં કામ કરતો હતો

2 ડુપ્લીકેટ ઈન્જેક્શન અને 15 ખાલી બોટલો જપ્ત કરાઈ
આણંદ જિલ્લા એસ.ઓ.જી પી .આઇ જી.એન.પરમાર અને પીએસઆઇ કે.જી .ચૌહાણ ટીમ સાથે પેટ્રોલીંગમાં નીકળ્યા હતા.ત્યારે બાતમી મળી હતી કે ઉમરેઠ જગદીશ પરમાર નામનો યુવક ડુપ્લીકેટ રેમડેસિવિર વેચવા માટે આણંદ નવા બસ સ્ટેશન વિસ્તારમાં આવનાર છે. તે બાતમી આધારે એસઓ જી પોલીસ નવા બસ સ્ટેશન પાસે વોચમાં ગોઠવાઇ ગઇ હતી.તે દરમિયાન જગદીશચંદ્ર ઉર્ફે જગો પોતાનું એકટીવા લઇ આવ્યો હતો. જેથી પોલીસે કોર્ડન કરીને તેને ઝડપી લીધો હતો.

પોલીસે જપ્ત કરેલો મુદ્દામાલ
પોલીસે જપ્ત કરેલો મુદ્દામાલ

3થી 10 હજારમાં વેચતો હતો
પોલીસે એકટીવાની તલાસી લેતામાં તેમાંથી તેમાંથી બે ડુપ્લીકેટ રેમડેસિવિર ઇન્જેકશન, ગ્લુકોઝની એક બોટલ, રેમડેસિવિર ઇન્જેકશનની ખાલી 15 સીસી , ઇન્જેકશનની 4 નંગ સીરીઝ, ઇન્જેકશનની 3 નંગ સોય ,1ખાલી બોટલ,1 ફેવીકવીક 6 બોટલના ડટ્ટા, એક મોબાઇલ અને રોકડા રૂા 1.26.000 તથા એક આઇ કાર્ડ વિગેરે મળી પોલીસે તેની પાસેથી રૂા 1,61,031નો મુદામાલ કબજે લીધો હતો. જગદીશ પરમાર કોઇ રેમડેસિવિરની માંગ કરે તો રૂા 3 હજાર થી લઇને 10 હજાર સુધીમાં આપતો હતો.પોલીસે તેની સામે ડીઝાસ્ટર મેનેજમેન્ટ અને ઔષધ પ્રસાધનોની કલમ મુજબ ગુનો દાખલ કર્યો છે. મોડી સાંજે ઉમરેઠમાં પણ તેના ઘરે તપાસ હાથ ધરી હતી.

આરોપી યુવકની તસવીર
આરોપી યુવકની તસવીર

પિતા LICમાં નોકરી કરે છે
ઉમરેઠ રેલ્વે સ્ટેશન ચંદ્રમોલેશ્વર મહાદેવ પાસે રહેતા જગદીશચંદ્ર પરમારે નવ વખત નર્સીંગની પરીક્ષા આપી હોવા છતાં નપાસ થયો હતો. ત્યારબાદ તે ઉમરેઠની સજીવની હોસ્પિટલમાં નોકરી કરતો હતો અને તેના બેઝ પર નડીઆદ સિવિલ નોકરી લાગ્યો હતો. તેના પિતા ઉમરેઠ ખાતેની એલઆઈસીની અોફિસમાં નોકરી કરે છે.

ડુપ્લીકેટ રેમડેસિવિરની 35 બોટલ વેચી હોવાનું બહાર આવ્યું
આણંદ એસઓજી પોલીસે જગદીશચંદ્ર પરમારને ઝડપી પાડયા બાદ પુછપરછ કરતાં તેણે રેમડેસિવિર ઇન્જેકશનની ખાલી 50 બોટલો ખરીદીને તેમાં ડુપ્લીકેટ ઇન્જેકશન બનાવ્યા હતા.જેમાં 35 ડુપ્લીકેટ ઇન્જેકશન અત્યાર સુધીમાં વેચયા હોવાનું પ્રાથમિક પુછપરછમાં બહાર આવ્યું છે. હાલમાં પોલીસ તેને ઉમરેઠ ખાતેના તેના ઘરે ગઈ છે અને ઘરમાં કોઈ સામાન પડ્યો છે કે નહીં તેની તપાસ કરી રહી છે.

વોર્ડબોયે રેમડેસિવિર ખાલી 50 બોટલો 200 રૂપિયા વેચાતી લીધી હતી
ઉમરેઠ રેલ્વે સ્ટેશન પાસે રહેતા નડીઆદ સિવિલમાં વોર્ડબોય તરીકે નોકરી કરતાં જગદીશચંદ્ર પરમાર નામ યુવકો બજારમાં રેમડેસિવિર માંગ વધતાં નવો તુકો સુઝયો હતો. તેણે સૌ પ્રથમ સિવિલ હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેકશનમાં પાવડર કાઢી લીધો હતો.ત્યારબાદ રેમડેસિવિર ઇન્જેકશનની ખાલી 50 બોટલો કોઇ દવાખાના કર્મચારીને 200 રૂપિયા આપીને ખરીદી હતી.તેમાં ડુપ્લીકેટ ઇન્જેશન બનાવતો હતો.

કેવી રીતે બનાવતો હતો?

 • નડીઆદ સિવિલ હોસ્પિટલમાં દર્દીને મુકવા માટે લાવવામાં આવતાં રેમડેસિવિર ઇન્જેકશનમાંથી દર્દીને આપ્યા પહેલા કે પછી ઇન્જેકશન દ્વારા 10 મીલી પાવડર કાઢી લેતો હતો.
 • 10 મીલી પાવડર એક ડબ્બામાં ભરતો હતો. ત્યારબાદ રેમડેસિવિરની ખાલી બોટલમાં થોડો પાવડર ઉમેરતો હતો.
 • ખાલી બોટલમાં પાવડર ઉમેર્યાબાદ તેમાં ગ્લુકોઝ બોટલનું પ્રવાહી ઉમરેતો હતો. અને તેના હલાવી મીક્સ કરતો હતો.
 • ત્યારબાદ બોટલને રેમડેસિવિર ઇન્જેકશનમાં આવતાં પીળા કે લીલા કલરના દટ્ટા બોટલમાં ફેવીકીકની મદદ બેસાડી સીલ કરતો અને ઈન્જેકશન બનાવતો હતો.
 • સિવિલ હોસ્પિટલમાં નોકરી કરતો હોવાથી કોઇને કોઇ રેમડેસિવિર શોધમાં આવે તો તેને પધારવી દેતો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો