કાર્યવાહી:આણંદમાં કાર લઇને ધાડ પાડવા આવી રહેલા 5 લૂંટારા મોગર પાસેથી ઝડપાયા

આણંદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નડિયાદના બે શખસે એક મકાનમાં ધાડ પાડવા બોલાવ્યાં હતાં, 5.28 લાખનો મુદ્દામાલ કબજે

વાસદના પીએસઆઈ પી.કે. સોઢા તેમનો સ્ટાફ પોલીસ મથકમાં હાજર હતા આ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી જેના પગલે પોલીસે તુરંત પંચો તૈયાર કરી મોગરની બીટ્ટુ હોટલ નજીક નેશનલ હાઈવે ઉપર વોચ ગોઠવી હતી. આ વખતે સ્વીફ્ટ ગાડી આવી રહી હતી. પોલીસે ગાડીને ઉભી રહેવા ઈશારો કર્યો.

પરંતુ તેમણે ગાડી ભગાવી એટલે પોલીસે પીછો કરી ગાડીને રોકી આ દરમિયાન અંદરથી ચેતનભાઈ પરમાર ઉ.વ. 34 રહે. કાજીપુર વિરમગામ અને તેનો શાગરીત મહેન્દ્રભાઈ ઠાકોર, ઉ.વ.23 રહે વલાણા, તા. વિરમગામ ભાગવા લાગ્યા હતા. પોલીસે બન્નેને ઝડપી લીધા. પોલીસે કારની પાછળ જાેયું તો પાછલી સીટ ઉપર વસીમખાન ઉર્ફે ઉદુભા નગરખાન મલેક ઉ.વ. 26, સલીમખાન ઉર્ફે ગુગો નસીબખાન મલેક ઉ.વ. 26 અને નુરમોહમ્મદ અનવરખાન ખોખર ઉ.વ. 21 ત્રણે રહે ગેડીયા, સુરેન્દ્ર નગર હોવાનું ખુલ્યું હતું.

પોલીસે આ લોકોની હાજરીમાં કારની તલાશી લીધી ત્યારે આગળની સીટમાંથી બે ધારદાર છરા, ડીકીમાંથી લોખંડની કોશ, ડ્રાઈવરની બાજુની સીટના ડ્રોવરમાંથી ત્રણ મોબાઈલ, અને ગાડીની આરસી બુકની નકલ મળી આવી હતી. પકડાયેલા ત્રણ શખ્સ પાસેથી હેન્ડગ્લોઝ મળ્યા હતા.

પોલીસે આ પાંચેની પુછતાછ કરી ત્યારે વસીમખાને પોલીસને જણાવ્યું હતું કે તેમને ચેતનભાઈ પરમાર અને મહેન્દ્રભાઈ ઠાકોરે એક મકાનમાં ધાડ પાડવા જવાનું છે ત્યાં ઘણા રૂપિયા મળશે. પોલીસે ચેતન અને મહેન્દ્રને પુછ્યું ત્યારે તેમણે કહ્યું કે નડીયાદમાં રહેતા સાગરભાઈ મીસ્ત્રી તથા કીરણભાઈ તળપદાએ તેમને જણાવ્યું હતું કે અહીં એક મકાન છે જ્યાં ધાડ પાડવાની છે તમે આવો અમે તમને મકાન બતાવીશું.એટલે આ પાંચે જણા આવ્યા હતા. પોલીસે પાંચની ધરપકડ કરી કુલ રૂ. 5,28,290નો મુદ્દામાલ કબજે લઈ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...