કાર્યવાહી:આણંદમાં ધાડ પાડવા જતા 5 લૂંટારા મોગર પાસેથી ઝડપાયા

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લૂંટારુઓમાં 3 સુરેન્દ્રનગરના, 2 વિરમગામના શખસ છે

વાસદ પોલીસે શનિવાર રાત્રે મળેલી બાતમીના આધારે મોગરની બીટ્ટુ હોટલ નજીક હાવે ઉપર વોચ ગોઠવી એક સ્વિફ્ટ કારને રોકી લૂંટ કરવા જઈ રહેલા 5 વ્યક્તિને હથિયારો, મોબાઈલ, હેન્ડગ્લોઝ સાથે ઝડપી પાડ્યા છે. આ લોકોને નડિયાદની 2 વ્યક્તિએ 1 મકાનમાં ધાડ પાડવા બોલાવ્યા હતા.

વાસદના પીએસઆઈ પી.કે. સોઢા તેમનો સ્ટાફ પોલીસ મથકમાં હાજર હતા ત્યારે બાતમી મળતા પોલીસે મોગરની બીટ્ટુ હોટલ નજીક નેશનલ હાવે પર વોચ ગોઠવી હતી. દરમિયાન સ્વિફ્ટ કાર આવી રહી હતી. જેમાં ચેતનભાઈ નારાયણભાઈ પરમાર (રહે. કાજીપુર વિરમગામ) અને તેનો સાગરીત મહેન્દ્રભાઈ ઘનશ્યામભાઈ ઠાકોર (રહે. વલાણા, તા. વિરમગામ) ભાગવા લાગ્યા હતા. પોલીસે બન્નેને ઝડપી લીધા.

કારની પાછલી સીટ પર વસીમખાન ઉર્ફે ઉદુભા નગરખાન મલેક, સલીમખાન ઉર્ફે ગુગો નસીબખાન મલેક, નુરમોહમ્મદ અનવરખાન ખોખર (ત્રણે રહે. ગેડીયા, કારેલાનો મારગ તા. દસાડા જી. સુરેન્દ્રનગર) હોવાનું ખુલ્યું હતું. પોલીસે આ લોકોની હાજરીમાં કારની તલાશી લીધી ત્યારે આગળની સીટમાંથી 2 ધારદાર છરા, ડીકીમાંથી લોખંડની કોશ હેન્ડગ્લોઝ પણ મળ્યા હતા.

પોલીસે પૂછતાછ કરી ત્યારે વસીમખાન ઉર્ફે ઉદુભાએ પોલીસને જણાવ્યું કે તેમને ચેતનભાઈ પરમાર અને મહેન્દ્રભાઈ ઠાકોરે 1 મકાનમાં ધાડ પાડવા જવાનું છે ત્યાં ઘણા રૂપિયા મળશે અને મોટું કામ છે તમારા ભાગે સારું આવશે એટલે અમે આવ્યા. પોલીસે ચેતન અને મહેન્દ્રને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે નડિયાદ શહેરમાં રહેતા સાગરભાઈ જગદીશભાઈ મિસ્ત્રી, કીરણભાઈ વિરાભાઈ તળપદાએ તેમને જણાવ્યું કે 1 મકાન છે જ્યાં ધાડ પાડવાની છે.

અન્ય સમાચારો પણ છે...