કોરોના અપડેટ:ગ્રામ્ય વિસ્તારોમાં 7 શહેરોમાં 5 મળીને વધુ 11 પોઝિટીવ કેસ

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આણંદ 7, ઉમરેઠ 3, પેટલાદ 1 કેસઃ કુલ આંક 2033 પર

આણંદ જિલ્લામાં શનિવારે વધુ 11 નવા કોરોના પોઝિટીવ કેસો નોધાયા હતાં. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં 7 જ્યારે શહેરી વિસ્તારોના 5 લોકો સ્થાનિક સંક્રમણનો ભોગ બન્યા હતાં. જેમાં આણંદ શહેર સહિત તાલુકામાં 7 કેસ, ઉમરેઠમાં 3 , પેટલાદમાં 1 કેસ મળી આવતાં જિલ્લાનો કુલ આંક 2033 પર પહોંચ્યો છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 790 દર્દીઓનો રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યો છે.

આણંદ જિલ્લામાં નોધાયેલા 11 કેસોમાંથી આણંદ શહેરના વિવેકાનંદ નગરમાં રહેતી 39 વર્ષીય મહિલા, સરકારી વસાહતમાં રહેતાં 35 વર્ષના યુવકનો, રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતાં 20 વર્ષના યુવક, વૃંદાવન રીસોર્ટમાં રહેતાં 49 વર્ષના પુરુષને, તેમજ સાંગોળપુરામાં રહેતાં 51 વર્ષના આધેડ, વિદ્યાનગર શ્યામ પ્લાઝામાં રહેતાં 70 વર્ષના વૃદ્વા, મોગરીના ગોકુલધામ ટેનામેન્ટ રહેતાં 33 વર્ષના યુવક, ઉપરાંત ઉમરેઠ તાલુકાના પણસોરા ગામે રહેતાં 21 વર્ષના યુવક,

ઓડ ગામે રહેતાં 37 વર્ષના યુવક, જીતપુરા ગામે રહેતાં 21 વર્ષના યુવક તેમજ પેટલાદ તાલુકાના માણેજ ગામે રહેતાં 85 વર્ષના વૃદ્વનો રિપોર્ટ કોરોના સંક્રમિત આવતાં તેઓને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે. આમ હાલની સ્થિતીઅે જિલ્લામાં કુલ 80 દર્દીઓ સક્રિય છે. આમ છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં 790 દર્દીઓનો રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યો છે. જેમાંથી શનિવારે 11 દર્દીઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આમ જિલ્લામાં કોરોના પોઝિટીવનો કુલ આંક 2033 પર પહોંચી જવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...