ચૂંટણી પંચની કામગીરી બાકી:આણંદ જિલ્લાની 5 નગરપાલિકા અને 32 ગ્રામ પંચાયતની ચૂંટણીના હાલ કોઇ અણસાર નહીં

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાઓ- ગ્રામ પંચાયતની ચૂંટણી 3 માસ પાછી ધકેલાવાના એંધાણ
  • ઓબીસી અનામત સીટોની માંગ અંગે તંત્ર દ્વારા કોઇ જ કાર્યવાહી ન કરાતાં ચૂંટણી પાછી ધકેલાશે

દેશના અન્ય રાજયોની જેમ ઓબીસી અનામત સીટો ફાળવવાની માંગ લઇને રાજય સરકાર દ્વારા એક આયોગ બનાવીને ઓબીસીની વસ્તીને ધ્યાને લઇને સીટો ફાળવવાની કવાયત હાથ ધરી છે . જેનો રીપોર્ટ આવ્યાં બાદરાજ્ય સરકાર દ્વારા ઓબીસી અનામત બેઠકોને લઈને નિર્ણય લેવામાં આવશે. આ પ્રક્રિયા પુરી થતાં હજી એકાદ-બે મહિનાનો સમય લાગશે તેમ જાણવા મળ્યું છે .

તો બીજી બાજુ ચૂંટણી વિભાગ દ્વારા ચૂંટણી કરાવતા પહેલા ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી સુધારણા સહિતની કેટલીક તૈયારીઓ અગાઉથી શરૂ કરી દેવામાં આવે છે,પરંતુ જાન્યુઆરીનું પ્રથમ વીક પૂર્ણ થયું છતાં તેના પણ કોઈ અણસાર મળી રહ્યા નથી. આ તમામ પક્રિયા પૂર્ણ કરતાં 2 થી 3 માસનો સમય લાગે તેમ છે.જેથી આણંદ જિલ્લાની 5 નગરપાલિકાઓની ફેબ્રુઆરીમાં મુદત પૂર્ણ થાય છે. તે તમામ નગરપાલિકાઓ અને છેલ્લા 6 માસથી અટવાયેલી32 ગ્રામ પંચાયતની ચૂંટણી હજુ પણ ત્રણ -ચાર માસ એટલે એપ્રિલના અંતમાં કે મે શરૂઆતમાં યોજાય તેવી સંભાવના વર્તાઇ રહી છે.

આણંદ જિલ્લાની પાંચ નગરપાલિકા વિદ્યાનગર, કરમસદ, ઓડ, આંકલાવ અને બોરીયાવીની મુદત ફેબ્રુઆરીમાં પૂર્ણ થાય છે. પરંતુ ઓબીસી અનામતના મુદે કોકડું ગુંચવાયું છે.જયારે ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સહિત કામગીરી હજુ સુધી હાથધરાઇ નથી. જેના કારણે પાલિકા અને ગ્રામ પંચાયતોની ચૂંટણી પાછી ધકેલાય સંભાવના વર્તાઇ રહી છે. ચૂંટણી નિયત સમયમાં ન થાયતો ગ્રામ પંચાયતોની જેમ પાલિકામાં વહીવટદાર મુકવામાં આવશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસી વસ્તીને આધારે અનામત બેઠકો આપવાની માંગણી કરવામાં આવી રહી છે. જેને લઈને ગુજરાત સરકાર દ્વારા એક આયોગની પણ રચના કરવામાં આવી છે. જેનો રીપોર્ટ હજી સુધી સરકારને આપવામાં નહીં આવ્યો હોવાનુ ંજાણવા મળ્યું છે. આ રીપોર્ટ અપયા બાદ રાજ્ય સરકાર દ્વારા ઓબીસી અનામત બેઠકોને લઈને નિર્ણય લેવામાં આવશે. આ પ્રક્રિયા પુરી થતાં હજી એકાદ-બે મહિનાનો સમય લાગશે તેમ કહેવાઈ રહ્યું છે. ઓબીસી અનામતનો મુદ્દો ક્લીયર થયા બાદ રાજયના ચૂટણી પંચ દ્વારા બેઠકો અંગેનું જાહેરનામુ પ્રસિધ્ધ કરીને ચૂંટણીઓ યોજવાની કવાયત હાથ ઘરવામાં આવશે.

આ ઉપરાંત આણંદ જિલ્લાની 32 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ પણ મુદ્દત પુરી થઈ ગઈ છે તેમ છતાં હજી સુધી યોજવાની કોઈ હિલચાલ જોવા મળતી નથી. તમામ જગ્યાએ વહિવટદાર શાસન અમલી બનાવી દેવામાં આવ્યું છે. હાલમાં જે પાલિકાની મૂદત પૂર્ણ થવાની છે ત્યાં ચૂંટણી યોજવાની તૈયારીઅો સ્થાનિક રાજકીય પક્ષો દ્વારા આરંભી દેવાય છે. અત્યારથી જ વોર્ડ દીઠ ઉમદેવારોની પસંદગી માટે પણ રાજકીયા પક્ષો સક્રિય બન્યા છે.

ચૂંટણીને લઇને રાજકીય પક્ષોમાં સળવળાટ
વિદ્યાનગર, કરમસદ, ઓડ, બોરિયાવી અને આંકલાવ નગરપાલિકાની મુદત ફેબ્રુઆરીમાં પૂર્ણ થાય છે. ત્યારે આ વખતે પાલિકાની ચૂંટણી ભાજપ કોંગ્રેસસહિત એનસીપી અને આપે ઝંપલાવવાની તૈયારીઓ આરંભી દીધી છે. વિધાનસભાની ચૂંટણીનો થાક દુર થયા બાદ હવે તમામ રાજકીય પક્ષો દ્વારા ઉક્ત પાંચેય પાલિકાની ચૂંટણીને લઈને અત્યારથી જ ઉમેદવારોની પસંદગીથી લઈને મુદ્દાઓ અંગે રાજકીય રણનીતિઓ તૈયાર કરવા માંડી છે.

અન્ય સમાચારો પણ છે...