સમસ્યા:ફિડરોના સમારકામના પગલે આણંદ, વિદ્યાનગરમાં આજે 5 કલાક વીજકાપ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સવારે 6 થી 10 કલાક વીજકાપ, 30 હજારથી વધુ વીજ ગ્રાહકોને 5 કલાક સુધી શેકાવવું પડશે

આણંદ શહેરમાં પ્રિ -મોન્સુન અંતર્ગત વીજતંત્ર દ્વારા અલગ અલગ વિસ્તારોમાં વીજ સમારકામ હાથધરવામાં આવ્યું રહ્યું છે.ત્યારે આવતી કાલે રવિવારે શહેરમાં સરદાર સબ ડિવીઝન,વિદ્યાનગર સબડિવીઝન ફિડરમાં આવેલા જુદા જુદા વિસ્તારોમાં સવારે 6 કલાક થી સવારના 10-00 વાગ્યા સુધી વીજકાપ મુકવામાં આવશે. હાલમાં કાળઝાળ ગરમીના પગલે દર રવિવારે વીજકાપથી 30 હજાર ઉપરંાત વીજધારકોને હેરાનપરેસન થવાનો વખત આવશે.ગરમીથી બચાવ માટે કેટલાંક પરિવારો વહેરાખાડી ,વાસદ ,અહીમા અને લાલપુરા, સિંઘરોડ મહી નદીમાં સ્નાન કરવા માટે ઉમટી પડશે

પ્રાપ્તમાહિતી અનુસાર વીજતંત્ર દ્વારા મરામતના બહાને શહેરના જુદા જુદા સબ ડિવીઝનોમાંથી 5 કલાક સુધી વીજ કાપ મુકવામાં આવનાર છે.જેમાં 66 કેવી આણંદ સરદાર સબ ડિવીઝનમાં ફીડરનું સમારકામ હોવાથી ગામડી, ત્રિકમ વિસ્તાર, પાધરિયા વિસ્તાર, નુતન નગર, આણંદ પ્રેસ કોલોની શાહ પેટ્રોલિયમ વિસ્તારમાં લાઇટો બંધ રહેશે ત્યારબાદ 66 કેવી વિદ્યાનગર ફીડરનું સમારકામ હોવાથી વિઠ્ઠલ ઉદ્યોગનગર, જીઆઇડીસી વિસ્તારમાં વીજકાપ મુકવામાં આવ્યો છે.

આમ તંત્ર દ્વારા ગયા રવિવારે 5 કલાકને બદલે 7 કલાક સુધી વીજ કાપ મુકવામાં આવતાં હજારો વીજધારકોને હાલાકીઓનો ભોગ બનવાનો વખત આવ્યો હતો. બીજી તરફ પેટલાદ ના ખાનપુર 66 કેવી સબસ્ટેશનમાં આવેલા વરસડા, મહિયારી ,કસ્બારા ફિડરોનું સમારકામ હાથધરવામાં આવશે. જેના પગલે સમગ્ર વિસ્તારના ભારેલ, હળવા ખેતી વિષયક બીજા તમામ ગ્રાહકોને 5 કલાક સુધી વીજકાપ મુકવામાં આવ્યો છે. ત્યારબાદ સિંગલાવ સબ સ્ટેશનમાં તમામ ફિડરોનું મરામતની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી સમગ્ર વિસ્તારમાં ખેતીવાડી સહિત ભારે દબાણવાળા વીજ પુરવઠો 5 કલાક બંધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...