તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:5 દિવસ બાદ કોરોનાનો આંક ડબલ ડિઝિટમાં

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શહેર સહિત જિલ્લામાં વધુ 10 નવા કેસ નોધાતાં જિલ્લાનો કુલ આંક 9553 પર

આણંદ શહેર સહિત જિલ્લામાં ઘાતક કોરોનાની બીજી લહેર નબળી પડી રહી છે. જો કે, છેલ્લા પાંચ દિવસ બાદ આણંદ જિલ્લામાં કોરોનાનો આંક પુનઃ ડબલ ડિઝીટમાં નોંધાતા જિલ્લા સહિત આરોગ્ય વિભાગમાં ચિંતાનું મોજુ પ્રસરી જવા પામ્યું હતું. આમ બુધવારે વધુ 10 નવા કેસ સાથે જિલ્લાનું કોરોના મીટર 9553 પર પહોંચી જવા પામ્યું છે. જો કે, બુધવારે વધુ11 દર્દીઓએ કોરોના હરાવી સ્વસ્થય થઈ ઘરે પરત ફર્યા છે.

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ જણાવ્યા અનુસાર બુધવારે આણંદ શહેર સહિત જિલ્લામાં વધુ 10 નવા કેસ નોંધાયા છે. જેમાં આણંદ શહેરના 3 વિદ્યાનગરમાં 3 , પેટલાદમાં 3, મોગરી અને ભાલેજમાં 1-1 દર્દીઆનો રિપોર્ટ પોઝિટીવ આવતાં તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. જિલ્લામાં એક્ટિવ દર્દીઓનો આંક 46 છે. જેમાંથી 20 દર્દીઓની હાલત સ્થિર છે. જ્યારે 18 દર્દીઓ ઓક્સિજન હેઠળ, 4 દર્દીઓ બાઈપેપ હેઠળ અને 4 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યાં છે.

જ્યારે 5 દર્દીઓ હોમ આઈસોલેશમાં સારવાર લઈ રહ્યાં છે. જિલ્લામાં અત્યાર સુધી 372658 લોકોનું પરિક્ષણ કરવામાં આવ્યું છે. જેમાંથી 363105 લોકો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે 9553 લોકોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેમાંથી 9460 લોકો કોરોના પરાસ્ત કરી ઘરે પરત ફર્યા છે. જ્યારે 47 દર્દીઓનું કોરોનામાં મોત નીપજ્યું છે.

અન્ય સમાચારો પણ છે...