રાજકારણ:ભાજપ છોડનાર સોજિત્રાના 5 કાઉન્સિલરોએ બાંયો ‘ઉતારી’

આણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજીનામા પરત ખેંચતા અટકળોનો અંત
  • નેતાઓ સાથે મનભેદ દૂર થતાં માની ગયા

સોજીત્રાના પાલિકાના ઉપપ્રમુખ સહિત 5 કાઉન્સિલરો તથા કેટલાંક નેતાઓની મનમાની સામે ભાજપના સભ્યપદે રાજીનામ આપ્યાં હતાં. જેથી સોજીત્રા શહેર ભાજપ સંગઠનના નેતાઓએ 5 કાઉન્સિલરો સાથે વાતચીત કરી મનભેદ દૂર કર્યા હતા. જેથી 5 કાઉન્સિલરોએ આપેલા રાજીનામ પરત ખેંચ્યા હતા.

સોજીત્રા પાલિકાના ઉપપ્રમુખ કલ્પનાબેન મકવાણા અને કાઉન્સિલર રાહુલભાઇ, ઉન્નતીબેન રાણા, જીગ્નેશ કા પટેલ અને કોકિલાબેન ભાજપના સભ્યપદેથી રાજીનામા આપ્યાં હતા. સૌના સાથ સૌનો વિકાસ સૂત્ર આપનાર ભાજપ પક્ષના સભ્યોના કામોને અન્યાય થતો હોવાને પગલે રાજીનામા આપ્યાં હતા. જેથી ભાજપ સંગઠનના પ્રમુખ સહિત 5 કાઉન્સિલરો સાથે બેઠક કરી તેઓને મનાવી લેવાયાં હતા. પાલિકાના પ્રમુખ રસીકાન્તભાઇ પટેલે જણાવ્યું હતું કે 5 કાઉન્સિલરોને ગેરસમજ થઇ હોવાથી ભાજપના સભ્યપદેથી રાજીનામા આપ્યાં હતાં. પરંતુ તેઓની ગેરસમજ દૂર કરીને સાચી હકીકત જણાવતાં તેઓએ રાજીનામા પાછા ખેંચી લીધા છે.

અન્ય સમાચારો પણ છે...