કોર્ટનો ચૂકાદો:રાસમાં કેસના સમાધાન બાબતે હુમલો કરનારા 5ને બે વર્ષની કેદ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 વર્ષ અગાઉ બનેલી ઘટના બાબતે બોરસદ કોર્ટનો ચૂકાદો

બોરસદ તાલુકાના રાસમાં પાંચ વર્ષ અગાઉ જૂના કેસના સમાધાન બાબતે યુવક પર હુમલો કરવાના બનાવમાં બોરસદ કોર્ટે પાંચ જણાંને તકશીરવાર ઠેરવી બે વર્ષની સાદી કેદ અને રૂપિયા 1500ના દંડની સજા ફટકારી છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી પ્રાપ્ત માહિતી અનુસાર બોરસદ તાલુકાના રાસ ગામે પ્રવિણકુમાર મગનભાઇ પરમાર રહે છે. 20મી નવેમ્બર, 2017ના રોજ રાત્રે નવ વાગ્યે તેમના સંબંધી અશોકભાઇ બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતા હતા ત્યારે અગાઉના કેસનું સમાધાન કરી નાંખવાનું કહી મહેન્દ્ર મગન ચાવડાએ અપશબ્દ બોલી તેમની જમણી આંખ ઉપર લાકડાનો દંડો માર્યો હતો. વધુમાં તેમનું ઉપરાણું લઈને અમિત મગન ચાવડા તેનો ભાઇ ભુપેન્દ્ર, લક્ષ્મણ તથા મગન શના ચાવડાએ પણ માર માર્યો હતો.

મારામારીની કલમ હેઠળ નોંધાયેલી ફરિયાદ બાદ કેસ બોરસદ કોર્ટમાં ચાલી ગયો હતો. જ્યાં સરકારી વકીલ એ.એન. પટેલે દસ્તાવેજી પુરાવા અને સાક્ષીઓને તપાસ્યા બાદ કોર્ટે ગ્રાહ્ય રાખીને પાંચેય આરોપીઓને બે વર્ષની સાદી કેદ અને રૂપિયા 1500નો દંડ અને જો ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા ફટકારી છે.

અન્ય સમાચારો પણ છે...