કાર્યવાહી:કુંજરાવ ચોકડી પાસેથી જુગાર રમતા 5 ઝડપાયા

આણંદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ પાસેના કુંજરાવ ગામથી ભાલેજ તરફ જવાના રોડ ઉપર ખુલ્લા ખેતરમાં જુગાર રમતા પાંચ શખ્સોને ખંભોળજ પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી રૂા.7880નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ખંભોળજ પોલીસે જુગાર રમતા શખ્સોને તેમના નામ ઠામની પૂછપરછ કરતા સલીમ વ્હોરા, મહંમદફારુક પઠાણ, સલીમ વ્હોરા, સોહિલ વ્હોરા  અને મનહર પરમાર હોવાનું ખુલ્યું હતું. પોલીસે તમામની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...