બાળકોનું રસીકરણ:જિલ્લામાં બે દિવસમાં 15થી 18 વર્ષના બાળકોનું 49 % રસીકરણ

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બીજા દિવસે 27301 બાળકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું

આણંદ જિલ્લામાં 15 થી 18 વર્ષના 1,08,858 બાળકોને રસી આપવાનું આયોજન આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં બે દિવસમાં 52507 બાળકોને વેક્સિન અપાતા 48.23 ટકા કામગીરી સંપન્ન થઇ છે. જેમાં સૌથી વધુ રસીકરણ આણંદ તાલુકામાં 15142 બાળકો અને સૌથી ઓછું રસીકરણ તારાપુર તાલુકામાં 1277 બાળકોનું કરાયું છે.

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 52 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં જઇને રસીકરણની કામગીરી ગઇકાલે સોમવારથી શરૂ કરાઇ છે. વિદ્યાનગરની આર. પી. ટી. પી સ્કૂલમાં 1400 બાળકોને બીજા દિવસે રસી અપાઇ હતી.

આણંદ તાલુકાની વિવિધ સ્કૂલોમાં 9967 બાળકોને વેક્સિન આપવામાં આવી હતી. જયારે બુધવારે ત્રીજા દિવસે જિલ્લાના મોટા ગામો સહિત આસપાસના ગામોમાં વેક્સિનની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

વેક્સિનેશન
તાલુકો

રસીકરણ

આણંદ15142
આંકલાવ4660
બોરસદ8406
ખંભાત8693
તારપુર1277
પેટલાદ7125
સોજીત્રા2019
ઉમરેઠ5185
કુલ52507
અન્ય સમાચારો પણ છે...